SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ તીર્થંકરના ૧૨ ગુણ, ૪ વિશેષણ : ♦ અશોકવૃક્ષ, પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વની, ચામર, સિંહાસન, ભામંડળ, દુંદુભી, છત્ર, જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય, અપાયાપગમાતિશય. ♦ ચાર વિશેષણ : ૧. મહાગોપ ઃ ગોવાળની જેમ તીર્થંકર પરમાત્મા ભવ્ય આત્માઓનું સાધના માર્ગે રક્ષણ કરે. ૨. મહામહાણ ઃ રાજાની આજ્ઞા મુજબ રાજસેવક ઉદ્ઘોષણા કરે તેમ પરમાત્મા અભયદાનની ઉદ્દઘોષણા કરે. ૩. મહાનિર્યાત્મકની : નાવિક પ્રવાસીને સુરક્ષિત કિનારે પહોંચાડે, તેમ તીર્થંકર પરમાત્મા ભવ્યજીવોને સંસારથી પાર ઉતારે. ૪. મહાસાર્થવાહ : સાર્થવાહ સાથીઓને અટવીથી પાર ઉતારે, તેમ વીતરાગી પ્રભુ સંસારીને સંસારની અટવીમાંથી શાશ્વત સ્થાને લઇ જાય. ♦ ચાર નિક્ષેપા ૧. નામ તીર્થંકર ભગવાનનું નામ ૨. સ્થાપના તીર્થંકર ભગવાનની મૂર્તિ : (પ્રતિષ્ઠા) ૩. દ્રવ્ય કેવળજ્ઞાન પૂર્વેની અને સિદ્ધ થયા પછીની અવસ્થા. ૪. ભાવ : બાર પર્ષદા વચ્ચે દેશન આપી રહેલા પરમાત્મા. તીર્થંકર પરમાત્મા ૧૮ દોષ રહિત : અજ્ઞાન, નિદ્રા, દાનાન્તરાય, લાભાન્તરાય, ભોગાન્તરાય, ઉપભોગાન્તરાય, વીર્યાન્તરાય, મિથ્યાત્વ, અવિરતિ, રાગ, દ્વેષ, વેદ, હાસ્ય, રતિ અતિ, શોક, ભય, જુગુપ્સા તીર્થ કરનાર આત્માનો પ્રભાવ : ૧. ધર્મચક્ર ૧૪૪ ૨. ઇન્દ્રધ્વજ ૩. સુવર્ણ કમળ - ૪. ચારમુખ ૫. ત્રણગઢ ૬. કંટક ૭. ઉગે નહિ ૮. પાંચ વિષય - ષડ દર્શનની જેમ શબ્દ રૂપ, રસ, ગંધ, સ્પર્શાદ વિષય પ્રતિકુળ ન થાય. ૯. ષડઋતુ તીર્થંકર પરમાત્મા પાસે છએ ઋતુઓ સેવા કરવા રૂપ વિષયોને વિકસાવે (હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા, શરદ) મિથ્યાત્વી માટે સૂર્ય, સમ્યગ્ દ્રષ્ટિ માટે અંજન, તીર્થંકરની લક્ષ્મી, તિલકરૂપ. વીતરાગ જ એક સ્વામી છે. એ વાત યાદ કરાવવા. - લક્ષ્મી તીર્થંકર ભગવાનના ચરણે વાસ કરે છે. દાનાદિ ચાર પ્રકારના ધર્મની પ્રરૂપણા કરનાર. રાગ, દ્વેષ, મોહરૂપ દોષથી બચવા. ઘુવડ સુર્યને જોઇ મુખ છુપાવે તેમમિથ્યાત્વી દુર્જનને યાદ કરાવવા. કેશ રોમ, નખ, શ્મશ્રુ, દાઢી - મુછના વાળ સંયમ બાદ ન વધે.
SR No.006095
Book TitleChauvisam Pi Jinvara Titthayara Me Pasiyantu
Original Sutra AuthorN/A
Author108 Parshwanath Bhaktivihar Jain Trust
Publisher108 Parshwanath Bhaktivihar Mahaprasad
Publication Year
Total Pages212
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy