________________
અનંત લબ્ધિનિધાન સદ્ગુરૂ શ્રી ગૌતમ સ્વામી સંક્ષિપ્ત જીવન કવન
શ્રી ગુરૂ-પ્રેમ ધામ પાવાપુરી, પંચાસર,
ગી- ગાય - કામધેનુ, ત કામધેનુ, ત = તરૂ - કલ્પતરૂમ = તરૂ - કલ્પતરૂ મ - મણિ - ચિંતામણી રાં નામપણ મહિમાવંત છે.
(૧) પિતા - વસૂભૂતિ (૨) માતા - પૃથ્વી (૩) જન્મનગરી - ગોબર (૪) ગૌત્ર - ગોબર (૫) દેહ - સુવર્ણ (૬) કાચા - સાત હાથ (૭) દીક્ષા લીધી - ૫૦માં વર્ષે (૮) કેવલ જ્ઞાન (કારતક સુદ ૧) - ૮૦માં વર્ષે (૯) મોક્ષ - ૯૨માં વર્ષે (૧૦) નિર્વાણ - રાજગૃહી (૧૧) પ્રભુ મહાવીરની સેવા - ૩૦ વર્ષ (૧૨) પૂર્વભવે મરીચિ ત્રિદંડીના કપિલ નામે શિષ્ય હતા. (૧૩) પૂર્વભવે ત્રિપૃષ્ટ વાસુદેવની સારથી તરીકે સેવા કરી. (૧૪) ગૌતમ સ્વામીના ભાઈ અગ્નિભૂતિ - વાયુભૂતિ હતા. (૧૫) ઈન્દ્રભૂતિ પંડિતમાંથી વૈશાખ સુદ ૧૧ ના ગૌતમ સ્વામી ગણધર બન્યા. (૧૬) ભગવાનની કૃપાથી ત્રિપદી દ્વારા દ્વાદશાંગીની રચના કરી. (૧૦) મહાન પંડિત છતાં "જીવ છે કે નહિ?"તેવી મનમાં શંકા હતી, જે વીરે દૂર કરી. (૧૮) દીક્ષા બાદ રોજ ગૌદુહ આસને બેસતા હતા. (૧૯) છઠ્ઠના પારણે છઠ્ઠ કરનારા તપસ્વી હતા. (૨૦) અનંત લબ્ધિનિધાન હતા. (૨૧)વાણિજ્ય ગ્રામે આનંદ શ્રાવકને મિચ્છામિ દુક્કડં આપવા ગયા. (૨૨) મૃગ ગામમાં મૃગાવતી રાણીના લોઢીયાપુત્રને જોવા ગયા. (૨૩) અષ્ટાપદ તીર્થની સ્વલબ્ધિએ યાત્રા કરી જગચિંતામણી સૂત્ર રચ્યું. (૨૪) અક્ષીણ મહાનસ લબ્ધિથી ૧૫૦૦ તાપસોને ખીરથી પારણા કરાવ્યા. (૨૫) હાલિક (ખેડૂત)ને પ્રતિબોધવા પ્રભુ વીરે ગૌતમ સ્વામીને મોકલ્યા. (૨૬) ૩૬ હજાર પ્રશ્ન ભગવાન મહાવીરને પૂછ્યા. જે ભગવતી સુત્રમાં છે. (૨૦) કેશી ગણધર સાથે ગૌતમ સ્વામીનું મિલન હિંદુક ગામમાં થયું. (૨૮) પોલાસપુરમાં અઈમુત્તાની વિનંતીથી તેના ઘરે ગોચરી ગયા. (૨૯) એક દિવસ ઋષભદત્ત બ્રાહ્મણનો પિતા અને દેવાનંદા બ્રાહ્મણીનો માતા તરીકેનો પરિચય પ્રભુ વીરે બ્રાહ્મણકુંડ ગામમાં ગૌતમ સ્વામીને કરાવ્યો. (૩૦) ગૌતમ સ્વામીને પોતાના ૫૦ હજાર શિષ્યનો પરિવાર હતો. (૩૧) ગૌતમ સ્વામીએ જેટલાને દીક્ષા આપી તે બધા કેવલજ્ઞાની થયા. (૩૨) ભગવાનનાં અંતિમ સમયે દેવશમાં બ્રાહ્મણને પ્રતિબોધવા પ્રભુવીરની આજ્ઞાથી ગયા. (૩૩) વિલાપ કરતાં કારતક સુદ ૧ ના અપાપાપરીમાં કેવલજ્ઞાની થયા. (૩૪) ગૌતમ સ્વામીને અભિમાનના બદલામાં સંયમ અને વિલાપના બદલામાં કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. (૩૫) રાજગૃહીમાં ૯૨ વર્ષે મુક્તિ-નિવણિ પામ્યા. (૩૬) જન્મ-નક્ષત્ર જયેષ્ઠા - એ પોતે જયેષ્ઠ (મોટા) પુત્ર હતા. મહાવીર સ્વામીના જયેષ્ઠ (પ્રથમ) શિષ્ય થયા. અને ગુરૂઓમાં પણ જયેષ્ઠ ગુરૂ થયા. પ્રથમ જયેષ્ઠ ગણઘર થયા. (૩) પ્રસિદ્ધ તીર્થ - ગુણિયાજી (૩૮)૫૦ વરસ - ગૃહસ્થાવાસ, ૩૦ વરસ છદ્મસ્થ અવસ્થા, ૧૨ વરસ કેવલી અવસ્થા - ૯૨ વરસ - પૂર્ણ આયુ (૩૯) શ્રી વીરપ્રભુ બધાને ઉદ્દેશીને ગૌતમ સ્વામીને હંમેશા કહેતા "સમય ગોયમ મા પમાયએ” હે ગૌતમ! એક સમયનો પણ પ્રમાદ ન કરીશ.
૧૨૯