________________
જન્મ કલ્યાણકની સંગીતમય થોય
સર હરર ખલખલ દ્રસ્ગ છબ છન ન્હવણ જલ ક્રોડો મણો ખન ખનન ખન્ ખન્ ટણક્ ટન્ ટન્ ઘોષ કલષાવો તણો સુર સંઘ નાચે છનન છુમ્ મ્ ભનન ભૂમ્ ભૂમ્ જય કરો શ્રી વીર પ્રભુનો જન્મ મહોત્સવ જગતનો મંગલ કરો.
શ્રી મહાવીર સ્વામી ભગવાનનું સ્તવન દીન દુ:ખીયાનો તું છે બેલી, તું છે તારણહાર .... તારા મહિમાનો નહીં પાર (૨)
રાજપાટને વૈભવ છોડી, છોડી દીધો સંસાર,
.... તારા મહિમાનો નહી પાર (ર)...૧ ચંડકોશીયો ડસીયો જ્યારે, દૂધની ધારા પગથી નીકળે, વિષને બદલે દૂધ જોઈને, ચંડકોશીયો આવ્યો શરણે, ચંડકોશીયાને તેં તારી, કીધો ઘણો ઉપકાર,
... તારા મહિમાનો નહીં પાર (૨)...૨
કાનમાં ખીલા ઠોક્યા જ્યારે, થઈ વેદના પ્રભુને ભારે, તોય પ્રભુજી શાંત વિચારે, ગોવાળનો નહીં વાંક લગારે, ક્ષમા આપીને તેં જીવોને, તારી દીધો સંસાર,
... તારા મહિમાનો નહીં પાર (૨)...૩ મહાવીર મહાવીર ગૌતમ પુકારે, આંખેથી આંસુની ધાર વહાવે, ક્યાં ગયા એકલા છોડી મુજને, હવે નથી કોઈ જગમાં મારે, પશ્ચાતાપ કરતાં કરતાં, ઉપન્યું કેવલજ્ઞાન,
... તારા મહિમાનો નહીં પાર (૨)...૪ જ્ઞાનવિમલ ગુરુ વયણે આજે, ગુણ તમારા ગાવા કાજે, થઈ સુકાની તું પ્રભુ આવે, ભવજલ નૈયા પાર તરાવે, અરજ મારી દિલમાં ધારી, કરીએ વંદન વારંવાર
... તારા મહિમાનો નહીં પાર (૨)...૫
થોય મહાવીર જિણંદા, રાય સિદ્ધાર્થ નંદા, લંછન મૃગેંદા, જાસ પાયે સોહંદા, સુર નર વર ઈંદા, નિત્ય સેવા કરંદા, ટાળે ભવ ફંદા, સુખ આપે અમંદા. સંવેદના
સિદ્ધાર્થ રાજાના પુત્ર, ત્રિશલા માતાના હૃદયના આશ્વાસનરૂપ અને સિદ્ધિપ્રાપ્તિના અર્થને સિદ્ધ કરનારા હે મહાવીર પ્રભુ !તમને વંદન કરું છું, સમેતશિખર ટુંકનો દુહો
મહાવીર પાવાપુરીમાં, સિદ્ધા સિદ્ધિ દેનાર; સમેતશિખર પર ટુંક તસ, નમું પૂજું અનંતી વાર.
જાપ : ૐ હ્રીં શ્રીં અહં મહાવીર સ્વામિને નમઃ ।। જાપ ફળ : સન્માન વધે. ભગવાન ૨૦ ભવ
(૧) વિદેહે નયસાર (સમકિતની પ્રાપ્તિ) (૨) સૌધર્મ દેવલોકે દેવ (૩) ભરતનો પુત્ર મરિચી (૪) પાંચમા દેવલોકે દેવ (૫) કૌશિક બ્રાહ્મણ (૬) સૌધર્મ દેવ (૭) પુષ્પ મિત્ર પુરોહિત (૮) સૌધર્મ દેવલોકે (૯) અગ્નિધોત બ્રાહ્મણ (૧૦) ઈશાન દેવલોકે (૧૧) અગ્નિભૂતિ બ્રાહ્મણ (૧૨) સનતકુમાર દેવ (૧૩) ભારાજ બ્રાહ્મણ (૧૪) ચોથો દેવલોક (૧૫) સ્થાવર બ્રાહ્મણ (૧૬) બ્રહ્મા દેવલોકે (૧૭) વિશ્વભૂતિ રાજા (૧૮) સાતમો દેવલોક (૧૯) ત્રિપૃષ્ઠ વાસુદેવ (૨૦) સાતમી નરકે (૨૧) સિંહ (૨૨) વિમલરાજકુમાર નારકી તથા તીર્યચનું ભવ ભ્રમણ (૨૩) વિદેહે પ્રિયમિત્ર ચક્રવર્તી (૨૪) મહાશુક્ર દેવ (૨૫) નંદન રાજકુંવર (તીર્થંકર નામકર્મ ગોત્ર ઉપાર્જન)(૨૬) પ્રાણત દેવલોક પુષ્પોત્તર વિમાન (૨૭) મહાવીર સ્વામી ભગવાન
શ્રી મહાવીર સ્વામી પંચકલ્યાણક આરાધના
૧. ચ્યવન કલ્યાણક તિથિ - અષાઢ સુદ ૬ જાપ - ૐ હ્રીં મહાવીર સ્વામિને પરમેષ્ઠિને નમઃ ૨. જન્મ કલ્યાણક તિથિ - ચૈત્ર સુદ ૧૩ જાપ - ૐ હ્રીં મહાવીર સ્વામિને અહંતે નમઃ ૩. દિક્ષા કલ્યાણક તિથિ - કારતક વદ ૧૦ જાપ - ૩ હૌં મહાવીર સ્વામિને નાથાય નમઃ ૪. કેવલજ્ઞાન કલ્યાણક તિથિ - વૈશાખ સુદ ૧૧ જાપ - ૐ હ્રીં મહાવીર સ્વામિને સર્વજ્ઞાય નમઃ ૫. મોક્ષ કલ્યાણક તિથિ - આસો વદ અમાસ જાપ - ૐ હ્રીં મહાવીર સ્વામિને પારંગતાય નમઃ
૧૨૮