________________
સંવેદના સુમિત્ર રાજરૂપી હિમાચલમાં પાદ્રહ સમાના અને પદ્માવતી દેવીના પુત્ર હે મુનિસુવ્રતપ્રભુ !
તમને હું નમસ્કાર કરું છું.
શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાનનું સ્તવના મુનિસુવ્રત મન મોહ્યું મારૂં, શરણ ગ્રહ્યું છે તમારું; પ્રાતઃ સમય જ્યારે હું જાણું, સ્મરણ કરૂં છું તમારૂં હો જિનજી, તુજ મૂરતિ મન હરણી, ભવ સાયર જલ તરણી. હો જિનજી. ૧ આપ ભરોસે આ જગમાં છું, તારો તો ઘણું સારૂં રે; જન્મ જરા મરણ કરી થાક્યો, આશરો લીધો છે મેં તારો. હો જિનજી. ૨ ચું શું શું ચિડીયા બોલે, ભજન કરે છે તમારું; મૂર્ણ મનુષ્ય પ્રમાદ પડ્યો રહે, નામ જપે નહીં તારૂં. હો જિનજી.૩ ભોર થતાં બહું શોર સુણું હું કોઈ હસે કોઈ રૂવે ન્યારૂ; સુખીઓ સુવે દુઃખીઓ રૂવે, અકલ ગતિએ વિચારૂં, હો જિનજી.૪ ખેલ ખલકનો બંધ નાટકનો, કુટુંબ કબિલો હું ધારું;
જ્યાં સુધી રવાઈ ત્યાં સુધી સર્વે, અંત સમયે સહું ન્યારૂં હો જિનજી. ૫ માયા જાળ તણી જોઈ જાણી, જગત લાગે છે ખારૂં રે; ઉદયરતન એમ જાણી પ્રભુ તારૂં શરણ ગ્રહ્યું છે મેં સાચું. હો જિનજી.૬
સમેતશિખર ટુંકનો દુહો નિર્જર ગિરિ ટુંક મુનિસુવ્રત પ્રભુ, સમેતશિખર તીર્થ સાર;
સિદ્ધા મુનિ ક્રોડો અહીં, નમું પૂજે અનંતી વાર.
જાપ: ૐ હ્રીં શ્રીં અહં મુનિસુવ્રત સ્વામિને નમઃ II
જાપ ફળ : શનિ ગ્રહની શાંતિ થાય
ભગવાન ૩ ભવ (૧) સુરવિષ્ટ રાજા (સમકિતની પ્રાપ્તિ) (તીર્થકર નામ કર્મ ગોત્ર ઉપાર્જન)
(૨) પ્રાણતે દેવ (૩) મુનિસુવ્રત સ્વામી ભગવાન (મતાન્તરે ૯ ભવ)
થોય મુનિસુવ્રત નામે, જે ભવિ ચિત્ત કામે, સવિ સંપત્તિ પામે, વર્ગનાં સુખ જામે, દુર્ગતિ દુઃખ વામે, નવિ પડે મોહ ભામે, સવિ કર્મ વિરામે, જઈ વસે સિદ્ધિધામે.
શ્રી મુનિસુવ્રત સ્વામી પંચકલ્યાણક આરાધના ૧. ચ્યવન કલ્યાણક તિથિ - શ્રાવણ સુદ ૧૫ જાપ - ૐ હ્રીં મુનિસુવ્રત સ્વામિને પરમેષ્ઠિને નમઃ ૨. જન્મ કલ્યાણક તિથિ - વૈશાખ વદ ૮ જાપ - ૐ હ્રીં મુનિસુવ્રત સ્વામિને અહત નમ: . દિક્ષા કલ્યાણક તિથિ - ફાગણ સુદ ૧૨ જાપ - ૐ હૌ મુનિસુવ્રત સ્વામિને નાથાય નમ: ૪, કેવલજ્ઞાન કલ્યાણક તિથિ - મહા વદ ૧૨ જાપ - ૐ હ્રીં મુનિસુવ્રત રવામિને સર્વજ્ઞાય નમઃ ૫. મોક્ષ કલ્યાણક તિથિ - વૈશાખ વદ ૯ જાપ - ૐ હ્રીં મુનિસુવ્રત સ્વામિને પારંગતાય નમ:
(૧૦૮)