________________
શ્રી મુનિસુવ્રત સ્વામી ભગવાન વિશિષ્ટ આરાધના
સંસ્કૃત સ્તુતિ
जगन्महामोहनिद्रा, प्रत्यूषसमयोपमम् । मुनिसुव्रतनाथस्य, देशनावचनं स्तुमः ॥
અર્થ : સર્વ જગતના લોકોની મોહનીય કર્મરૂપી નિદ્રામાં પ્રભાતકાળના જેવા શ્રી મુનિસુવ્રતનાથના દેશનાવચનની અમે સ્તુતિ કરીએ છીએ. હિન્દી સ્તુતિ
प्रभु क्षमा सागर शील आगर, कोटि रवि जिम जोति ही । पुनि वानी सुन्दर अमिय सरसी, तृपति सब जीव होत ही । नित करो किरपा सेवक जानी मुनिसुव्रत जिनेश्वरं । सब भविक जन मिल करो पूजा, जपो नित परमेश्वरं ॥
મરાઠી સ્તુતિ
मुनिसुव्रत स्वामिनां करु प्रणाम नाव त्यांचे घेता, होते सगळे काम शनि महाराजांचा હા स्वाम केल्यानेच भेटतो दाम
काम
અંગ્રેજી સ્તુતિ
Chuk chuk chuk chuk running train World is full with sorrow pain, Open for me Salvation-Gate, SHRI MUNISUVRAT swamy great.
પ્રસિધ્ધ તીર્થો :
ભરૂચ, રાજગૃહી, અગાસી, તગડી સામાન્ય નામ અર્થઃ મુનિ-સંબંધિ ઉત્તમ પ્રકારના વ્રતધારણ કરવાથી વિશેષ નામ અર્થ : પ્રભુજી ગર્ભમાં આવવાથી માતાજી સુવ્રત ઉત્તમવ્રત
પાળવાની ઈચ્છાવાલા થયા...
906
ગુજરાતી સ્તુતિ
અજ્ઞાનાંધકૃતિ વિનાશ કરવા, જે સૂર્ય જેવા કહ્યા, જેણે અષ્ટ પ્રકારનાં કઠિણ જે, કર્મો બધાં તે દહ્યાં, જેની આત્મસ્વભાવમાં રમણતા, જે મુક્તિદાતા સદા, એવા તે મુનિસુવ્રતેશ નમીએ, જેથી ટળે આપદા. ગુજરાતી છંદ
નિસ્ટંગ દાંત ભગવંત અનંતજ્ઞાની, વિશ્વોપકાર કરૂણાનિધિ આત્મધ્યાની; પંચેન્દ્રિયો વશ કરી હણી કર્મ આઠે, વંદો જિનેન્દ્ર મુનિસુવ્રત તેહ માટે,
પ્રાર્થના
વીસમા મુનિસુવ્રતસ્વામીને, વંદન કરીએ ભાવથી, પદ્માનંદન પીડા હરી દે, પ્રકૃષ્ટ પુણ્ય પ્રભાવથી, અશ્વને પ્રતિબોધિત કરવાને, પ્રભુએ ઉગ્ર વિહાર કર્યો, શરણાગતની રક્ષા કરીને, દુનિયાથી ઉદ્ધાર કર્યો. ચૈત્યવંદન
મુનિસુવ્રત જિન વીસમા કચ્છપનું લંછન પદ્મા માતાજેહની સુમિત્ર નૃપ - નંદન|| ૧ || રાજગૃહી નયરી ઘણી, વીસ ધનુષનું શરીર, કર્મ નિકાચિત રેણુવ્રજ ઉદ્દામ સમીર || ૨ || ત્રીસ હજાર વરસતણુએ પાળી આયુ ઉદાર, પદ્મ વિજય કહે શિવ લહ્યા શાશ્વત સુખ નિરધાર || ૩ ||