________________
સંવેદના કુંભરાજારૂપ સમુદ્રમાં અમૃતકુંભ સમાન અને કર્મક્ષય કરવામાં મહામલ્લ સમાન એવા પ્રભાવતી દેવીથી ઉત્પન્ન થયેલા
હે મલ્લિનાથી તમે મોક્ષ લક્ષ્મી આપો.
શ્રી મલ્લિનાથ ભગવાનનું સ્તવન ચિત્ત કૌન રમે ચિત્ત કૌન રમે મલ્લિનાથ વિના ચિત્ત કૌન રમે; માતા પ્રભાવતી રાણી જાયો, કુંભ નૃપતિ સુત કામ દમે, ચિત્ત. ૧ કામ કુંભ જિમ કામિત પૂરે, કુંભ લંછન જિન મુખ ગમે. ચિત્ત. ૨ મિથિલા નયરી જન્મ પ્રભુકો, દર્શન દેખત દુઃખ શમે. ચિત્ત. ૩ ઘેબર ભોજન સરસાં પીરસ્યાં, કુકસ બાકસ કોન જમે, ચિત્ત. ૪ નીલ વરણ પ્રભુ કાન્તિકે આગે, મકરત મણિ છબી દૂર ભમે ચિત્ત. ૫ ન્યાયસાગર પ્રભુ જગનો પામી, હરિહર બ્રહ્મા કોણ નમે. ચિત્ત. ૬
સમેતશિખર ટુંકનો દુહો સબલ ગિરિ ટુંક મલ્લીનાથ, સમેતશિખર તીર્થ સાર; સિદ્ધા મુનિ ક્રોડો અહીં, નમું પૂજે અનંતી વાર,
જાપ : ૐ હ્રીં શ્રીં અહં મલ્લિનાથાય નમઃ |
જાપ ફળ : ઘરમાં ચોરી ન થાય
થાય
મલિજન નમીયે, પૂરવલાં પાપ ગમીયે, ઇંદ્રિય ગણ રમીયે, આણ જિનની ન ક્રમીયે, ભવમાં નવિ ભમીયે, સર્વ પરભાવ વમીયે, જિન ગુણમાં રમીયે, કર્મ મલ સર્વ ધમીયે.
ભગવાન ૩ ભવ (૧) મહાબળ રાજા (સમકિતની પ્રાપ્તિ) (તીર્થકર નામ કર્મ ગોત્ર ઉપાર્જન)
(૨) વિયંતે દેવ (૩) મલ્લિનાથ ભગવાન
શ્રી મલ્લિનાથ ભગવાનની પંચકલ્યાણક આરાધના ૧. ચ્યવન કલ્યાણક તિથિ - ફાગણ સુદ ૪ જાપ - ૐ હ્રીં મલ્લિનાથાય પરમેષ્ઠિને નમઃ ૨. જન્મ કલ્યાણક તિથિ - માગસર સુદ ૧૧ જાપ - હ્રીં મલ્લિનાથાય અહત નમ: ૩. દિક્ષા કલ્યાણક તિથિ - માગસર સુદ ૧૧ જાપ - ૐ હ્રીં મલ્લિનાથાય નાથાય નમઃ જ, કેવલજ્ઞાન કલ્યાણક તિથિ - માગસર સુદ ૧૧ જાપ - ૐ હ્રીં મલ્લિનાથાય સર્વજ્ઞાય નમઃ પ. મોક્ષ કલ્યાણક તિથિ - ફાગણ સુદ ૧૨ જાપ - હ્રીં મલ્લિનાથાય પારંગતાય નમઃ