________________
શ્રી મલ્લિનાથ ભગવાન ની વિશિષ્ટ આરાધના
સંસ્કૃત સ્તુતિ
सुरासुर नयधीश, मयूर नव वारिदम् । {દ્રન્દૂલને હસ્તિ, માંનશ્ચિમિથુનઃ ||
અર્થ : દેવ, અસુર અને મનુષ્યોના પતિ એવા ઈંદ્ર ચક્રવિિદરૂપી મયૂરોને ઉલ્લાસ કરવામાં નવીન મેઘ સમાન અને કર્મરૂપી વૃક્ષને ઉખેડી નાંખવામાં ઐરાવત હસ્તી જેવા શ્રી મલ્લિનાથ ની અમે સ્તુતિ કરીએ છીએ. હિન્દી સ્તુતિ
सुर करे आरती शंख बाजे, घंटका रणकार ही । डफ भेरि झछर तार बाजे, झांझरां झणकार ही । बहु निरत निरतें ध्यान पूजे, महिनाथ जिनेश्वरं । सब भविक जन मिल करो पूजा, जपो नित परमेश्वरं ॥
મરાઠી સ્તુતિ
गुंफून गोड गुण हे तव भक्तिने मी केला सुवर्ण सुमने स्तुतिहार नामी महीनाथ माझे विचार सु-मल्ली आम्हा सोयरी वनचरे वृक्ष वल्ली અંગ્રેજી સ્તુતિ
Stop my birth and death cycle, Show MALLINATHJI miracle, Let me always stay with you. Leave this old home come to new.
પ્રસિધ્ધ તીર્થો : ભોયણી સામાન્ય નામ અર્થ : મોહાદિ મલ્લોને જીતવાથી ... વિશેષ નામ અર્થ: માતાજીને માલતીના ઉત્તમ પુષ્પોની શય્યામાં સુવાનો દોહલો થવાથી
૧૦૨
ગુજરાતી સ્તુતિ
તાર્યાં મિત્રો અતિ રૂપવતી સ્વર્ણની પૂતળીથી, એવી વસ્તુ પ્રભુ તુજ નથી બોધ ના થાય જેથી, સચ્ચારિત્રે જન મન હરી બાળથી બ્રહ્મચારી, નિત્યે મલ્લિ - જિનપતિ મને આપજો સેવ સારી.
ગુજરાતી છંદ
નિત્યે કરે કવલ ક્ષેપન કંઠ સુધી, પદ્મિત્રને તરણકાજ નિપાઈ બુદ્ધિઃ ઉધાન મોહન ગૃહે રચી હેમ મૂર્તિ, મલ્લી જિનેશ પડિમા ઉપકાર કરતી.
પ્રાર્થના
રાજા કુંભ ને પ્રભાવતીના કુળની કીર્તિ વધારી તમે, મલ્લિ જિનેશ્વર સ્ત્રી તીર્થંકર, બન્યા' તા વિસ્મયકારી તમે, ઓગણીસમા તીર્થંકરની આરાધના ભવથી તારી દે, ભોયણીમંડણ પ્રભુ-જાપથી, સુખ મળતાં સંસારીને.
ચૈત્યવંદન
મલ્લિનાથ ઓગણીશમાં, જસ મિથિલા નચરી, પ્રભાવતી જસ માવડી, ટાલે કર્મ વયરી. . . . . ૧ તાત શ્રી કુંભ નરેસરુ ધનુષ પચવીશની કાય, લંછન કળશ મંગલ કરૂં, નિર્મમ નિરમાય.......૨ વરસ પંચાવન સહસનું એ, જિનવર ઉત્તમ આય, પદ્મવિજય કહે તેહને, નમતાં શિવસુખ થાય. . . ૩