________________
પદ્માવતી આરાધના
૭૪૫
અ89089,638
te:વારિકક્રવાર ત્રણ
ખાણ ખણાવી ધાતુની, પાણી ઉલેચ્યાં; આરંભ કીધા અતિ ઘણાં, પોતે પાપ જ સંચ્યાં. તે. ૨૨ કર્મ અંગાર કીયા વળી, ધરમે દવ દીધા; સમ ખાધા વિતરાગના, કૂડા ક્રોશ જ કીધા. તે. ર૩ બિલ્લી ભવે ઉદર લીયા, ગીરોલી હત્યારી; મૂઢ ગમારત ભવે, મેં જૂ લીખ મારી. તે. ૨૪ ભાંડ ભેજા તણે ભવે, એકેંદ્રિય જીવ; જવારી ચણા ગહું શેકિયા, પાડતા રીવ. તે. ૨૫ ખાંડણ પીસણ ગારના, આરંભ અનેક; રાંધણ ઈંધણ અગ્નિનાં, કીધાં પાપ ઉદ્રક. તે. ર૬ વિકથા ચાર કીધી વળી, સેવ્યા પાંચ પ્રમાદ; ઈષ્ટ વિયોગ પાડ્યા ઘણા, કીયા રુદન વિખવાદ. તે. ર૭ સાધુ અને શ્રાવકતણાં, વ્રત લેઈને ભાંગ્યાં; મૂળ અને ઉત્તરતણાં, મુજ દૂષણ લાગ્યાં. તે. ૨૮ સાપ, વીંછી, સિંહ, ચીતરા, શકરા ને સમળી; હિંસક જીવતણે ભવે, હિંસા કીધી સબળી. તે. ૨૯ સુવાવડી દૂષણ ઘણાં, વળી ગર્ભ ગળાવ્યા; જીવાણી ઘોળ્યાં ઘણાં, શીળ વ્રત ભંજાવ્યાં. તે. ૩૦ ભવ અનંત ભમતાં થકાં, કીધા દેહ સંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરું, તણશું પ્રતિબંધ. તે.૩૧ ભવ અનંત ભમતાં થકાં, કીધા પરિગ્રહ સંબંધ; ત્રિવિધ ત્રિવિધ કરી વોસિરું, તીણશું પ્રતિબંધ. તે. ૩ર
આધાર જગમાં કો’ નહીં, તેનો આધાર નવકાર અવધારે જે દિલમહીં, તેનો કરે ઉદ્ધાર.