________________
Gજજ
' રત્નત્રયી ઉપાસ
=
ખાટકીને ભવે મેં કીયા, જીવ નાનાવિધ ઘાત; ચીડીમાર ભવે ચરકલાં, માર્યા દિન રાત. તે. ૧૧ કાછ મુલ્લાને ભવે, પઢી મંત્ર' કઠોર; જીવ અનેક જન્મે કીયા, કીધા પાપ અઘોર. . ૧૨ માછીને ભવે માછલાં, ઝાલ્યાં જળવાસ; ધીવર ભીલ કોળી ભવે, મૃગ પાડ્યા પાસ. તે. ૧૩ કોટવાળને ભવે મેં કીયા, આકરા કર દંડ; બંદીવાન મરાવિયા, કોરડા ઝડી દંડ. તે. ૧૪ પરમાધામીને ભવે, દીધાં નારકી દુઃખ; છેદન ભેદન વેદના, તાડન અતિ તિફખ. તે. ૧૫ કુંભારને ભવે મેં કીયા, નીભાડા પચાવ્યા; તેલી ભવે તિલ પીલિયા, પાપે પિંડ ભરાવ્યા. તે. ૧૬ . હાલી ભવે હળ ખેડિયાં, ફાડયાં પૃથ્વી પેટ; સુડ નિદાન ઘણાં કીધાં, દીધા બળદ ચપેટ. તે. ૧૭ માળીને ભવે રોપિયાં, નાનાવિધ વૃક્ષ; મૂળ પત્ર ફળ ફૂલનાં, લાગ્યાં પાપ તે લક્ષ. તે. ૧૮ અધોવાઈઆને ભવે, ભયા અધિકા ભાર; પોઠી પેઠે કીડા પડ્યા, દયા નાણી લગાર. ત. ૧૯ છીપાને ભવે છેતર્યા, કીધાં રંગણ પાસ; અગ્નિ આરંભ કીધા ઘણાં, ધાતુવાદ અભ્યાસ. તે. ૨૦ શૂરપણે રણ ઝૂઝતાં, માર્યા માણસ વૃંદ; મદિરા માંસ માખણ ભખ્યાં, ખાધાં મૂળ ને કંદ. તે. ૨૧
જેનું ચિત્ત ચોંટે રમે, વાંકો નહીં ઘરબાર, તે પણ જપે નવકારને, તો ચિત્તડું આવે દ્વાર.