________________
૭૪૦
રત્નત્રયી ઉપાસના
ભાવ ભલી પરે ભાવીએ, એ ધર્મનો સાર; શિવગતિ આરાધન તણો, એ આઠમો અધિકાર. ધન. ૯
ઢાળ ૭ મી ' (રેવતગિરિ હુઆ, પ્રભુનાં તણ કલ્યાણક. એ દેશી.) હવે અવસર જાણી, કરી સંલેખન સાર; અણસણ આદરીયે, પચ્ચખી ચારે આહાર; લલુતા સવિ મૂકી, છાંડી મમતા અંગ; એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ. ૧ ગતિ ચારે કીધાં, આહાર અનંત નિઃશંક, પણ તૃપ્તિ ન પામ્યો, જીવ લાલચીયો રંક, દુલહો એ વળી વળી, અણસણનો પરિણામ, એહથી પામીજે, શિવપદ સુરપદ ઠામ. ૨ ધન ધન્નો શાલિભદ્ર, બંધો મેઘ કુમાર; અણસણ આરાધી, પામ્યા ભવનો પાર; શિવમંદિર જાશે, કરી એક અવતાર, આરાધન કેરો, એ નવમો અધિકાર. ૩. દશમે અધિકારે, મહામંત્ર નવકાર; મનથી નવિ મૂકો, શિવસુખ ફલ સહકાર; એ જપતાં જાયે, દુર્ગતિ દોષ વિકાર; સુપરે એ સમરો, ચૌદ પૂરવનો સાર. ૪ જનમાંતર જતાં, જે પામે નવકાર; તો પાતિક ગાળી, પામે સુર અવતાર; એ નવપદ સરીખો, મંત્ર ન કોઈ સાર; આ ભવ ને પરભવે, સુખ સંપત્તિ દાતાર. ૫
બ્રહ્માસ્ત્ર સમાન જાણજો, મહામંત્ર નવકાર; વિકટ વેળાએ આપતો, સાધક સહાય અપાર.