________________
શ્રી પુન્યપ્રકાશનું સ્તવન
૭૯
આ ભવ પરભવ જે કર્યા છે, એમ અધિકરણ અનેક તો; ત્રિવિધે ત્રિવિધે વોસિરાવીએ એ, આણી હૃદય વિવેક તો. ૮ દુષ્કૃત નિંદા એમ કરીએ, પાપ કરો પરિહાર તો; શિવગતિ આરાધન તણો એ, એ છઠ્ઠો અધિકાર તો. ૯
ઢાળ ૬ થી (આઘે તું જોયને જીવડા એ દેશી) . ધન ધન તે દિન માતરો, જહાં કીધો ધર્મ, દાન શીયળ તપ ભાવના, ટાળ્યાં દુત કર્મ. ધન.૧ શેત્રુજાદિક તીર્થની, જે કીધી જાત્રા; જુગતે જિનવર પૂજિયા, વળી પોષ્યાં પાત્ર. ધનાર પુસ્તક જ્ઞાન લખાવીયાં, જિનહર જિન ચૈત્ય સંઘ ચતુર્વિધ સાચવ્યા, એ સાતે ખેત્ર. ધન. ૩ - પડિફકમણાં સુપેરે ક્યાં, દિધાં અનુકંપા દાન; સાધુ સૂરિ ઉવઝાયને, દીધાં બહુમાન. ધન. ૪ ધર્મ કાજ અનુમોદીએ, એમ વારોવાર; શિવગતિ આરાધન તણો, એ સાતમો અધિકાર. ધન. ૫ ભાવ ભલો મન આણીએ, ચિત્ત આણી ઠામ; સમતા ભાવે ભાવિએ, એ આતમરામ. ધન. ૬ સુખ દુઃખ કારણ જીવને, કોઈ અવર ન હોય; કર્મ આપ જે આચર્યા, ભોગવીએ સોય. ધન. 9 સમતા વિણ જે અનુસરે, પ્રાણી પુન્યનું કામ; છાર ઉપર તે લીપણું, ઝાંખર ચિત્રામ. ધન. ૮
દુષ્કર માયા ત્યાગ છે, તે પણ સુકર થાય; જાપ જપતાં નવકારનો, માયા થાય વિદાય.