________________
૭૩૮
રત્નત્રયી ઉપાસના
મૃષ વાદ હિંસા ચોરી, સા. ધન મૂચ્છ મૈથુન તો; ક્રોધ માન માયા તૃષ્ણા, સા. પ્રેમ દ્વેષ પશુન્ય તો. ૭ નિંદા કલહ ન કીજીએ, સા. કુડાં ન દીજે આળ તણે; રતિ અરતિ મિથ્યા તો, સા. માયા મો જંજાળ તો. ૮ ત્રિવિધે વોસરાવિએ, સા. પાપસ્થાન અઢાર તો; ' શિવગતિ આરાધન તણો, સા. એ ચોથો અધિકાર તો. ૯
ઢાળ પાંચમી | (હવે નિસુણો ઈહાં આવીયા એ. એ દેશી) જનમ જરા મરણે કરી એ, આ સંસાર અસાર તો; કર્યા કર્મ સહુ અનુભવે એ, કોઈ ન રાખણહાર તો. ૧ શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તો; શરણ ધર્મ શ્રી જિનનો એ, સાધુ શરણ ગુણવંત તો. ૨ અવર મોહ સવિ પરિહરીએ, ચાર શરણ ચિત્ત ધાર તો; શિવગતિ આરાધન તણો એ, એ પાંચમો અધિકાર તો. ૩ આ ભવ પરભવ જે કર્યા છે, પાપ કર્મ કઈ લાખ તો; આત્મ સાખે તે નિંદીએ એ, પડિકમિએ ગુરુ સાખ તો. ૪ મિથ્યામતિ વતવિયા એ, જે ભાખ્યાં ઉસૂત્ર તો; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉત્થાપ્યાં સૂત્ર તો. ૫ ઘડ્યાં ઘડાવ્યાં જે ઘણા એ, ઘંટી હળ હથીયાર તો; ભવ ભવ મેલી મૂકીયાં એક કરતાં છવ સંહાર તો. ૬ પાપ કરીને પોષીયાં એ, જનમ જનમ પરિવાર તો; જન્માંતર પોહોંચ્યા પછી એ, કોઈએ ન કીધી સાર તો. ૭
વિકલ્પોના સમયમાં, મંત્ર સ્મરો નવકારસી કલેશો દૂર થશે, ચિત્ત શાન્તિ કરનાર