________________
૭૩૫
શ્રી પુઅકરાનું સ્તવન SCE
ઈત્યાદિક વિપરીતપણાથી, ચારિત્ર ડોહો જેહ, આ ભવ પરંભવ વળી રે ભવોભવ, મિચ્છા મિ દુક્કડં તેહ રે પ્રા.ચા.૧૧ બારે ભેદે તપ નવિ કીધો, છતે યોગે નિજ શક્તિ; ધર્મે મન વચન કાયા વીરજ, નવિ ફોરવીયું ભગતે રે. પ્રા.ચા.૧૨ તપ વિરજ આચાર એણી પરે, વિવિધ વિરાધ્યાં જેહ, આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહરે. પ્રા.ચા.૧૩ વળીય વિશેષે ચારિત્ર કેરા, અતિચાર આલોઈએ; વીર જિસેસર વયણ સુણીને, પાપ મલ સવી ધોઈએ રે. પ્રા.ચા.૧૪
ઢાળ બીજી (પામી સુગુરુ પસાય-એ દેશી) પૃથ્વી પાણી તેઉ, વાઉ વનસ્પતિ, એ પાંચે થાવર કહ્યા એ; કરી કરસણ આરંભ, ખેત્ર જે ખેડીયાં, કુવા તલાવ ખણાવીયાં એ. ૧ ઘર આરંભ અનેક, ટાંકા ભોયરાં, મેડી માળ ચણાવી આ એક લીંપણ ગુપણ કાજ, એણીપરે પરે, પૃથ્વીકાય વિરાધીઆ એ. ૨ ધોયણ નાહણ પાણી, ઝીલણ અપકાય, છોતિ ધોતિ કરી દુહવ્યાએ; ભાઠીગર કુંભાર, લોહ સોવનગરા, ભાડભુંજા વિહાલાંગરા એ. ૩ તાપણ શેકણ કાજ, વસ નિખારણ, રંગણ રાંધણ રસવતી એ; એણી પરે કર્માદાન, પરે પરે કેલવી, તેઉ વાઉ વિરાધીયા એ. ૪ વાડી વન આરામ, વાવી વનસ્પતિ, પાન ફળ ફુલ ચુંટીયાં એ; પોક પાપડી શાક, શેક્યાં સુકવ્યાં, છેદ્યાં છુંધાં આથીયાં એ. ૫ અળશીને એરંડ, ઘાણી ઘાણીને, ઘણા તિલાદિક પીલીયા એ; ઘાલી કોલ માંહે, પીલી, રોલડી, કંદ મૂળ ફળ વેચીયાં એ. ૬
ઉચ્ચારણ નવકારનું, જે ઘર નિશદિન હોય; ત્રિવિધ તાપ તેના ટળે, સુખસંપત્તિ નિત હોય.