________________
૭૩૪
રત્નત્રયી ઉપાસના
કાકા
પ્રાણી જ્ઞાન ભણો ગુણ ખાણી, વીર વદે એમ વાણી રે. પ્રા.શાળ ગુરુ ઓળવીએ નહીં ગુરુ વિનય, કાળે ઘરી બહુમાન; સૂત્ર અર્થ તદુભય કરી સુધાં, ભણીએ વહી ઉપધાન રે. પ્રા.શા.ર જ્ઞાનોપગરણ પાટી પોથી, ઠવણી નોકારવાલી; તેહ તણી કીધી આશાતના, જ્ઞાનભક્તિ ન સંભાળી રે. પ્રા.શા.૩ ઈત્યાદિક વિપરીતપણાથી, જ્ઞાન વિરાધ્યું જેહ, આ ભવ પરભવ વળી રે ભવોભવ મિચ્છા મિ દુક્કડં તેહરે. પ્રા.શા.૪ સમકિત લ્યો શુદ્ધ પાણી, વીર વદે એમ વાણી રે, પ્રા.સ. જીન વચને શંકા નવિ કીજે, નવિ પરમત અભિલાષ; સાધુ તણી નિંદા પરિહરજો, ફળ સંદેહ નરા ખરે. પ્રા.સ.૫ મૂઢપણું ઠંડો પરશંસા, ગુણવંતને આદરીએ; સાહમ્મીને ધર્મે કરી થીરતા, ભક્તિ પ્રભાવના કરીએ રે. પ્રા.સ.૬ સંઘ ચૈત્ય પ્રાસાદ તણો જે, અવર્ણવાદ મન લેખો; દ્રવ્ય દેવકો જે વિણસાડ્યો, વિણસંતો ઉવેખ્યો રે. પ્રા.સ.૭ ઈત્યાદિક વિપરીતપણાથી, સમકિત ખંડ્યું જેહ, આ ભવ પર ભવ વળી રે ભવોભવ, મિચ્છા મિ દુક્કડં તેહરે પ્રા.સ.૮ ચારિત્ર લ્યો ચિત્ત આણી. વીર ભદે એમ વાણી રે પ્રા.ચા. પાંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિરાધી, આઠે પ્રવચન માય; સાધુ તણે ધર્મો પ્રમાદે, અશુદ્ધ વચન મન કાયરે પ્રા.ચા.૯ શ્રાવકને ધર્મે સામાયિક, પોસહમાં મન વાળી; જે જ્યણાપૂર્વક એ આઠે, પ્રવચન માય ન પાળીરે. પ્રા.ચા.૧૦
સર્વશક્તિમાન જાણજો, મહામંત્ર નવકાર, આતમને જાગૃત કરી, મિથ્યાતમ હરનાર,