________________
શ્રી પુચ પ્રકાશનું સ્તવન
રા
શ્રી પુન્યપ્રકાશનું સ્તવન
- દુહા સકળ સિદ્ધિ દાયક સદા, ચોવીશે જિનરાય; સદ્ગુરુ સ્વામીની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય. ૧ ત્રિભુવનપતિ ત્રિશલા તણો, નંદન ગુણ ગંભીર; શાસન નાયક જગ જયો, વર્ધમાન વડવીર. ૨ એક દિન વીર નિણંદને, ચરણે કરી પ્રણામ; ભવિક જીવના હિત ભણી, પૂછે ગૌતમ સ્વામ. ૩ મુક્તિ મારગ આરાધીએ, કહો કિણ પરે અરિહંત; સુધા સરસ તવ વચન રસ, ભાખે શ્રી ભગવંત. ૪ અતિચાર આલોઈએ, વ્રત ધરીએ ગુરુ સાખ; જીવ ખમાવો સયલ જે, યોનિ ચોરાશી લાખ. ૫ વિધિશું વળી વોસિરાવીએ, પાપસ્થાનક અઢાર; ચાર શરણ નિત્ય અનુસરો, નિંદો દુરિત આચાર. ૬ શુભ કરણી અનુમોદીએ, ભાવ ભલો મન આણ; અણસણ અવસર આદરી, નવપદ જપો સુજાણ. ૭ શુભગતિ આરાધન તણા, એ છે દશ અધિકાર; 'ચિત્ત આણીને આદરો, જેમ પામો ભવપાર. ૮
ઢાળ પહેલી (કુમતિ, એ છિંડી કહાં રાખી-એ દેશી) જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર; એહ તણા ઈહ ભવ પરભવના, આલોઈએ અતિચાર રે.
વિશ્વાસ રાખી નવકારનો, ૫ શ્વાસોશ્વાસ શાશ્વત સુખને આપશે, કરી કર્મનો નાશ.