________________
ભવાલોચના
૭૨૫
--
- દ્વિતીય ગુણવ્રત સંબંધી સૂર્યાસ્તની લગભગ વેળાએ ભોજન કર્યું. રાત્રિભોજન કર્યું. જાણતાં કે અજાણતાં રાત્રિભોજન સંબંધી નિયમનો ભંગ કર્યો. જાણતાં કે અજાણતાં માંસ, મદિરા, માખણ વગેરેનું ભક્ષણ કર્યું. સડેલાં શાક ભાજી વાપર્યા. અભક્ષ્ય અનંતરાય અથાણા વગેરે વાપર્યા. દ્વિદલ વાપર્યા. બે રાતથી અધિક કાળનું દહીં વાપર્યું. મદિરાદિ સંબંધી નિયમનો ભંગ કર્યો. ચૌદ નિયમનો ભંગ કર્યો. કર્માદાનનો ધંધો કર્યો. ભોગોપભોગની સામગ્રી અધિક રાખી. શસ્ત્ર, ભાંગ, અફીણ આદિનો શ્રાવક માટે અયોગ્ય એવો ધંધો કર્યો. બરફ, આઈસક્રીમ તથા અપેય પીણાં વાપર્યા. વાસી રોટલી વગેરે વાપરી. અચિત્ત પાણી સંબંધી નિયમનો ભંગ કર્યો. વનસ્પતિનો અયોગ્ય રીતે ઉપયોગ કર્યો.
તૃતીય ગુણવ્રત સંબંધી અનર્થદંડ વિરમણ વ્રત સંબંધી નિયમનો જાણતાં અજાણતાં ભંગ કર્યો. મારા શત્રુ વગેરે મરી જાય તો સારું મને રાજ્યાદિ સુખો મળો, ભવાંતરમાં દેવ વિદ્યાધરની ઋદ્ધિ વગેરે મળો....ઈત્યાદિ દુષ્ટ ચિંતવ્યું. બળદગાડા વગેરે જોડ્યા. હળ, મુશળ, કોદાળી વગેરે હિંસાનાં સાધનો બીજાને આપ્યાં. છરી-ચપ્પ વગેરે ખોવાઈ ગયાં. સીનેમા, નાટક, ટી.વી. સરકસ જોયાં. એના સાધનો વસાવ્યાં, એનો વ્યાપાર કર્યો. મંત્રતંત્રનો પ્રયોગ કર્યો-કરાવ્યો. પાપોપદેશ આપ્યો. વિકથા કરી. જુગારપાનાં ક્રિકેટ વગેરે રમતો રમ્યા. તે જોવા ગયા. કામાદિ વિકાર વધારનારી દુષ્ટચેષ્ટાઓ કરી. કુતૂહલવૃત્તિ દાખવી.
પ્રથમ શિક્ષાવ્રત સંબંધી સામાયિક વ્રત સંબંધી નિયમનો ભંગ કર્યો. તેમાં વ્યવહાર સંબંધી વાતો કરી. ચરવળો - મુહપત્તિની આડ પડી. મુપત્તિ વગેરે ઉપકરણો ખોવાઈ ગયાં. સમય પૂર્વે સામાયિક પાડ્યું. સામાયિકમાં સ્પંડિલ માગું
સંપત્તિમાં પણ સુમતિ, સદા સમરે નવકાર રહે વિપત્તિ વેગળી, કલેશ ન આવે દ્વાર.