________________
૭૨૪
રત્નત્રયી ઉપાસના
Candy
દસ્તાવેજ કર્યાં. બીજાની ગુપ્ત વાતો કરી. ખોટી સાક્ષી આપી. અયોગ્ય રીતે શિક્ષા કરી. વિશ્વાસઘાત કર્યો, છેતર્યા. કલંક આપી કોઈને મારી નખાવ્યા. પક્ષી આદિના દિવસે ક્ષમાપના ન કરી.' છતી વસ્તુનો અપલાપ કર્યો.
તૃતીય અણુવ્રત સંબંધી
કોઈની પણ વસ્તુ પૂછ્યા વિના લીધી. નાની-મોટી ચોરી કરીકરાવી. ટેક્ષની ચોરી કરી. ખોટાં માન માપ કીધા. ભેળસેળ કરી. ચોરીનો માલ-લીધો વેચ્યો. રાજદંડ યોગ્ય ચોરી કરી.
ચતુર્થ અણુવ્રત સંબંધી
જાણતાં અજાણતાં સ્વસ્ત્રી સ્વપુરુષ સંબંધી વ્રતનો ભંગ કર્યો. જાણતાં કે અજાણતાં પરસ્ત્રી-વેશ્યાદિ સંબંધી વ્રતનો ભંગ કર્યો. રખાત રાખી. બળાત્કાર કર્યો. સમ્મતિપૂર્વક પરસ્ત્રી સેવી. હાસ્યાદિથી વ્રતનો ભંગ કર્યો. સ્વપ્નમાં શીલભંગ થયો. સ્વપ્નદોષ થયો. સ્વ પર, સ્ત્રી પુરુષની સાથે હસ્તમૈથુન કર્યું. પરસ્ત્રી-વેશ્યાદિના અંગોપાંગને સ્પર્ષ્યા, રાગથી નીરખ્યા, દબાવ્યા. સૃષ્ટિ વિરુદ્ધ કર્મ કર્યું. સંતાનોને પરણાવ્યાં. બીજાના વિવાહ કરાવ્યાં. કુમારાવસ્થામાં શીલભંગ કર્યો. વિધવાનો ઉપભોગ કર્યો. અતિ વિષય સેવન કર્યું. ચોથાવ્રત સંબંધી ગ્રહણ કરેલા નિયમનો ભંગ કર્યો. પ્રસૂતિકર્મ કર્યું-કરાવ્યું.
પંચમાણુવ્રત સંબંધી
જાણતાં કે અજાણતાં નવ પ્રકારના પરિગ્રહ પરિમાણનો ભંગ કર્યો. પરિમાણથી અધિક દ્રવ્યને પુત્રાદિના નામે ચઢાવ્યું.
પ્રથમ ગુણવ્રત સંબંધી
જાણતાં કે અજાણતાં દિવ્રતમાં ધારેલી મર્યાદાનો ભંગ કર્યો, એક દિશાનું પરિમાણ ઘટાડીને બીજામાં વધાર્યું.
જેનું જગમાં કોઈ નહીં, તેનો શ્રી નવકાર, જાપ જપી કરો ખાતરી, સંતોનો પડકાર.