________________
ભવાલોચના ભવાલોચના
૬ કામ કરાવ્યું. ગુર્નાદિકને પગ લગાડ્યો. તેમના આસન વગેરેને પગ લગાડ્યો. ગુર્નાદિકની સાથે અયોગ્ય રીતે બોલ્યા. સ્થાપના પડી ગયા. પડિલેહણ ન કર્યું. સ્થાપનાજીને પગ લાગ્યો. દેવ-દેવીની માનતા કરી. નદી-કુંડાદિમાં સ્નાન કર્યું. હોળી વગેરે લૌકિક પવોં માન્યા-ઉજવ્યા. પ્રયોજન વિના સાધુ-સાધ્વીને અશુદ્ધ આહાર વહોરાવ્યો.
પ્રથમ અણુવ્રત સંબંધી અનંતકાય એકેન્દ્રિય – વિકસેન્દ્રિય તથા પંચેન્દ્રિય જીવોની હત્યા કરી, થઈ. તેનો સ્પર્શ કર્યો, તેને પડયાઅણગળ પાણી વાપર્યું. ખારું મીઠું, કાચું, પાકું, ગરમ, ઠંડું પાણી ભેગું કર્યું. છાણાં, કોલસા, લાકડાં વગેરેનો પૂંજ્યા વિના ઉપયોગ કર્યો. જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યો. માખી, મચ્છર, કીડી આદિની વિરાધના કરી. ખેતી કરી-કરાવી. જીવથી યુક્ત ખાટલા-ગાદી, ગોદડાં વગેરે તડકે નાખ્યાં. ગર્ભપાત કયોકરાવ્યો. પંખીઓના માળા-જાળા પાડ્યાં તેની જયણા ન કરી. પર્વતિથિએ કપડાં ધોયાં વગેરે આરંભ-સમારંભનાં કાર્યો કર્યા. સડેલાં ધાન્ય. તડકે રાખ્યાં. ખાંડ્યા પાસ્યાં. ઉકરડા બાળ્યા. ઘંટી, સાંબેલાં, ચૂલા આદિ સાધનોનો જયણા વિના ઉપયોગ કર્યો. ઘાસ પર બેઠા. બગીચો વિકસાવ્યો. રાત્રે સ્નાન કર્યું. કૂવા, તળાવ આદિમાં કપડાં ધોયાં. કૃમિ, જૂ, માખી, ઉધઈ વગેરેની વિરાધના કરી. મનુષ્યાદિ અંગ કાપ્યાં. વાસી ભોજન વાપર્યા, રાખ્યાં. નોકર ચાકરાદિને નિર્દય રીતે માર માર્યો, મરાવ્યો. તેમની પાસે અતિશય કામ કરાવ્યું. જલક્રીડા કરી. ગાય, બળદ, ઘોડા વગેરે જનાવરોને નિર્દય માર માર્યો-મરાવ્યો. અતિશય ભાર વહન કરાવ્યો. ચારો-પાણી રોક્યા.
દ્વિતીય અણુવ્રત સંબંધી ક્રોધાદિના કારણે અસત્ય બોલ્યા. ભૂમિ, કન્યા, ધનાદિ સંબંધી અસત્ય બોલ્યા. ઝઘડો કર્યો. ખોટા આરોપ કર્યા, શાપ દીધા. ખોટા
જેના મન વિષે રહે, નવકારમંત્ર રણકાર ભેંકાર ભાગે ભવતણો, પાયે સુખ શ્રીકાર.