________________
૭૨૦.
'રત્નત્રયી ઉપાસના
ન અને કરેમિભંતેનો ક ત્યારે જ સાંભળવા મળે છે. જ્યારે આયુષ્ય કર્મ સિવાય સાતેય કર્મોની સ્થિતિ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ જેટલી ઓછી એક કોડાકોડિ સાગરોપમની
થઈ હોય. પ્રશ્ન ૧૭ “કરેમિ ભંતે" સૂત્રથી પ્રતિજ્ઞા લીધા બાદ લેવામાં
આવતા આદેશોની સમજ આપો. જ-૧૭. પ્રતિજ્ઞા લીધા બાદ ખમાસમણ આપી ઈચ્છા. સંદિ. ભગ.
બેસણે સંદિસાહું ? આદેશ માંગી સામાયિકમાં મન-વચનકાયાની સ્થિરતા રાખવાપૂર્વક બેસવા માટે રજા માંગવાની છે. તે પછી ઈચ્છા. ભગ. સંદિ, બેસણે ઠાઉં? આદેશ માંગી કટાસણાની બેઠક ઉપર તેમજ સાધનામાં સ્થિર થવા (આત્માને સ્થાપિત કરવા) આજ્ઞા માંગવાની છે. ત્યારબાદ ઈચ્છા. સંદિ. ભગ. સજઝાય સંદિસાહુ અને સજઝાય કરું? આ બે આદેશ દ્વારા ગુરુ પાસે સ્વાધ્યાય કરવાની અનુજ્ઞા માંગવાની છે. આ સ્વાધ્યાયની શરૂઆત રૂપે ત્રણ નવકાર - ગણવામાં આવે છે. ૪૮ મિનિટની આ સામાયિકમાં ગણધર ભગવંતો દ્વારા રચિત સૂત્રોનો, પૂર્વાચાર્યો દ્વારા રચિત સૂત્રોનો સ્વાધ્યાય કરવો, નવા સ્તવન-સઝાય-થોય તેમજ સૂત્રોની નવી ગાથાઓ કરવી. નમસ્કાર મહામંત્રનો જાપ કરવો, ધ્યાન કરવું, વિગેરે સાધના કરી સામાયિકનો સમય સફલ કરવો. શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે, સામાયિક-પૌષધમાં વ્યતીત થયેલો સમય જ સફલ છે, બાકીનો બધો જ કાલ સંસારવૃદ્ધિનું કારણ છે. માટે શ્રાવકે વારંવાર સામાયિક લઈ સમયને સાર્થક કરવો જોઈએ. દેવ-ગુરુની અસીમ કૃપાથી ગુરુની નિશ્રામાં સામાયિક સાધના
આખા સિદ્ધાંતનો સારમાં સાર તો બહિર્મુખતા છોડી અંતર્મુખ થવું તે છે.