________________
સામાયિક સૂત્ર રહસ્ય પ્રશ્નોત્તરી
Ca
કરીને (સામાયિકમાં જ કાયમ રહેવામાં નિર્બળ હોવાથી) સામાયિક પારવામાં આવે છે. સામાયિક પારવાની વિધિમાં પ્રથમ ઈરિયાવહિયા કરી મુહપત્તિનું પડિલેહણ કરી ગુરુ દેવ પાસે ઈચ્છા. સંદિ.ભગ. સામાયિક પરૂં ? આદેશ માંગતા છતાં ગુરુદેવ ‘“પુણોવિકાયવ્યું'' કહીને ઉપદેશ આપે છે કે, સામાયિક ફરીથી કરવાયોગ્ય કર્તવ્ય છે. ત્યારે સાધક ફરી ઈચ્છા. સંદિ. ભગ. સામાયિક પાળર્યું ? એમ આજ્ઞા માંગતા ગુરુદેવ કહે. “આયારો ન મોત્તવ્યો’’ કહીને ‘‘આ આચાર મૂકશો નહિ.”
‘‘પુણોવિકાયવ્યં’’ ઉપદેશ ગુરુમુખે શ્રવણ કરતાં ‘‘યથાશક્તિ’’ બોલીને ફરીથી સામાયિક લેવામાં અસક્તિ દર્શાવાય છે, અને • ‘“આયારો ન મોતવ્યો’’ શ્રવણ કરીને ‘‘તહત્તિ’” બોલીને ગુરુના વચનનો સ્વીકાર કરાય છે.
૭૨૧
ચરવલા ઉપર અવળો હાથ સ્થાપીને સાધનાની સમાપ્તિ નિર્વિઘ્ન થવાના મંગલરૂપ નવકારમંત્ર ગણી ‘સામાઈય વય જુત્તો’’ સૂત્ર બોલવામાં આવે છે, આ સૂત્ર દ્વારા સામાયિકનું ફળ બતાવવામાં આવે છે કે, સામાયિક સાધનાથી ‘“અશુભ કર્મોનો નાશ થાય છે.’' સામાયિકમાં શ્રાવક સાધુ જેવો ગણાય છે. એ કારણથી મન-વચન-કાયાના ત્રિકરણ યોગથી સામાયિક વારંવાર કરવાનું વિધાન કર્યું છે. છેલ્લે મનના ૧૦, વચનના ૧૦ અને કાયાના ૧૨ કુલ ૩૨ દોષોમાંથી કોઈપણ દોષ લાગ્યો હોય તેનો ‘‘મિચ્છામિ દુક્કડં” માંગવાનો છે. ત્યારબાદ સ્થાપિત કરેલા ગુરૂની ઉત્થાપના માટે સવળો હાથ કરી નવકાર ગણવો જોઈએ.
જૈન જયતિ શાસનમ્.
新圖事
અરેરે ! દેહ તો ક્ષણે ક્ષણે મૃત્યુની સન્મુખ જઈ રહ્યો છે. અવસર તો ચાલ્યો જાય છે.