________________
સામાયિક સૂત્ર રહસ્ય પ્રશ્નોત્તરી
સાવદ્ય (હિંસા) પ્રવૃત્તિ (સાંસારિક વાતચીત, નિંદા, કે તે સંબંધિ કાર્ય) કરવી નહિં અને કરવા માટે કોઈને પણ કહેવું નહિ, ઈશારાથી પણ ન કહેવું, આવી ભીષ્મ પ્રતિજ્ઞા લેવડાવે છે, તેમજ તે પાપ નિંદનીય છે, ગર્હણ કરવારૂપ પાપનો એકરાર કરી (અશુભ પ્રવૃત્તિ કરનાર એવા કષાય આત્માનો) અશુભ પ્રવૃત્તિ કરતી કાયાને વોસિરાવું છું, આવા પ્રકારે ૪૮ મિનિટ (જ્યાં સુધીનો નિયમ હોય ત્યાં સુધી) સુધીની મક્કમ પ્રતિજ્ઞા કરાવે છે. કરેમિબંન્ને સૂત્રને પ્રતિજ્ઞા સૂત્ર પણ કહેવાય છે. કરેમિભંતે સૂત્રથી છ આવશ્યક કરવા જેવો મહાન લાભ પ્રાપ્ત થાય છે. કરેમિભંતે સૂત્રમાં પ્રથમ ભંતે સૂત્ર દ્વારા ચવિસત્થો આવશ્યક થાય છે. (ભંતે એટલે ભગવાન, તીર્થંકર પ્રભુ દીક્ષા લે ત્યારે કરેમિ ભંતે સૂત્રથી ભંતે બોલતા નથી, કારણ કે સ્વયં પોતે ભગવાન છે) બીજી વખત તસ્સભંતે પદ દ્વારા વાંદણા આવશ્યક થાય છે (આ ભંતે પદ ગુરુતત્ત્વરૂપ છે.) કરેમિભંતે સામાઈયં પદ દ્વારા સામાયિક આવશ્યક થાય છે. સાવજ્જે જોગં પચ્ચક્ખામિ પદ દ્વારા પચ્ચક્ખાણ આવશ્યક થાય છે. તસભંતે પડિક્કમામિ પદ દ્વારા પ્રતિક્રમણ આવશ્યક થાય છે. અપ્પાણવોસિરામિ દ્વારા કાઉસ્સગ્ગ આવશ્યક થાય છે.
સામાયિકમાં શ્રાવકને મનથી પાપ કરવું નહિ, કરાવવું નહિ, વચનથી પાપ કરવું નહિ, કરાવવું નહિ, કાયાથી પાપ કરવું નહિ કરાવવું નહિ આમ છ પ્રકારે પ્રતિજ્ઞા આપવામાં આવે છે. સાધુ ભગવંતોને પાપની અનુમોદના પણ મન, વચન, કાયાથી કરવી નહિ તેવા નિયમ સાથે ૯ પ્રકારે પ્રતિજ્ઞા અપાય છે.
શ્રી નમસ્કાર મહામંત્ર જેમ ચૌદ પૂર્વનો સાર છે, તેમ શ્રી કરેમિ સૂત્ર દ્વાદશાંગીનો સાર કહ્યો છે. શ્રી નવકાર મંત્રનો
મ
દર્શનશુદ્ધિથી જ આત્મસિદ્ધિ.
૭૧૯