________________
૭૧૨
છે
: રત્નત્રયી ઉપાસના
સમારંભ હોવાથી આરંભ સમારંભના પાંચ ટકા ઓછા થયા. (આરંભ સમારંભ ત્યાગના ૫ ટકા અને સંકલ્પના પાંચ ટકા) સંકલ્પ-વિચારોથી ત્રસ જીવોની દયા પાળે છે. ત્રસ જીવોમાં પણ જે જીવોની અપેક્ષા છે તેના દ્વારા પોતાના બધા કામ કરાવે છે, તેથી ત્રસ જીવોમાંના અપેક્ષા (સાપેક્ષ છવો) વાળા જીવોની દયા ન પાળી શકવાથી તેના અઢી ટકા ઓછા થયા (સાપેક્ષ જીવોના અઢી ટકા અને નિરપેક્ષ (કામવગરના) જીવોના અઢી ટકા) હવે જે જીવોએ અપરાધ કર્યો હોય તેને ગૃહસ્થ દંડ કરે, શિક્ષા આપે છે. તેથી નિરપેક્ષ જીવોમાંના અપરાધીને દંડ આપવાથી તેના સવા ટકા ઓછા થાય છે. (નિરપેક્ષ જીવોમાં અપરાધીને પણ સજા ન કરવાના સવા ટકા અને નિરપરાધી જીવોના સવા ટકા) એટલે સાર એ આવ્યો કે, ગૃહસ્થો ત્રસજીવોની સંકલ્પથી નિરપેક્ષ એવા નિરપરાધી જીવોની સવા ટકા (વસા) જ જીવદયા પાળી શકે છે, તથા આદરી શકે છે; તેથી ડાહ્યા ' જીવે વધુને વધુ વખત વિરતિના ભાવમાં આવી પ્રાણાતિપાત
વિરમણ વ્રત પાળવું જોઈએ. પ્રશ્ન ૧૦ શ્રી ઈરિયાવહિયા સૂત્ર બાદ શ્રી તસ્મઉત્તરી સૂત્ર શામાટે
બોલાય છે? જ -૧૦ શ્રી તસ્સઉત્તરી સૂત્ર સ્વદયા ચિંતવવારૂપ સૂત્ર છે; તસ્સ
ઉત્તરીસૂત્ર શ્રી પાપ કર્મોનું નિર્ધાતનો નાશ થાય છે. પાપના નાશથી જ આત્મા શુદ્ધ બને છે, આત્મશુદ્ધિ કરવા માટે આ સૂત્રમાં ચાર પ્રકારના કરણ (ક્રિયા) બતાવ્યા છે. (૧) ઉત્તરિકરણ - ઉત્તર એટલે પછી, પૂર્વ એટલે પહેલાં, પહેલાં ક્રિયા સારી ન હતી, પણ હવે પછીની ક્રિયા સુંદર
જ્યાં પૈસો જ પરમેશ્વર છે ત્યાં સાચા પરમેશ્વરને કોઈ પૂછતું નથી.