________________
સામાયિક સૂત્ર રહસ્ય પ્રશ્નોત્તરી
૭૧૩
- નવારના
કરીશ, પહેલાં પાપની ક્રિયા હતી, હવે પાપને અટકાવવા રૂપ સુંદર ક્રિયા કરીશ આવા નિર્ણય રૂપ પહેલું કારણ તે ઉત્તરિ કરણ. (૨) પ્રાયશ્ચિતકરણ:- પૂર્વમાં થયેલ પાપોની ગુરૂદેવ પાસે આવી સમાલોચના કરી, ગુરૂ જે દંડ આપે તે દંડ સ્વીકારવો તે પ્રાયશ્ચિતકરણ. (૩) વિશુદ્ધિકરણ :પ્રાયશ્ચિતથી કાયાનું દમન કરવાની સાથે ચિત્તનું શોધન કરવું જોઈએ., ચિત્તમાં ચાલતા દુર્વિચારો પણ દૂર કરવા, કોઈપણ દોષનું શોધન રહી નથી ગયું ને તેની ચોકસાઈ કરવી તે વિશુદ્ધિકરણ. (૪) વિશલ્લિકરણ :- શલ્યો રહિત થવું તે, પાપને છુપાવવું તે શલ્ય છે, આવા શલ્ય ત્રણ પ્રકારના છે. (૧) માયાશલ્ય:- કપટ કરીને પોતે કરેલું પાપ છૂપાવવું, (૨) નિદાનશલ્ય :- ધર્મ કરતાં સંસારના સુખની માંગણી કરવી (૩) મિથ્યાત્વશલ્ય- ભગવાને કહેલું ન માનવું, ન આદરવું. આ ત્રણે શલ્ય આત્માનું ભયંકર અહિત કરે છે, આ ત્રણેય શલ્યથી રહિત થવાની ઉત્તમ ક્રિયા તે વિશલ્લીકરણ.
કાયોત્સર્ગમાં સ્થિર થવાના નિર્ણયરૂપ તસ્સ ઉત્તરીસૂત્ર છે. પ્રશ્ન ૧૧ અન્નત્ય સૂત્રનું રહસ્ય શું રહેલું છે? જ -૧૧ અન્નત્થ સૂત્ર એ કાયોત્સર્ગ સૂત્ર છે, કાયોત્સર્ગનું વિધાન
પાપના નાશ માટે, કર્મનું શોધન કરવા માટે બતાવ્યું છે, કાયોત્સર્ગ દ્વારા ઈન્દ્રિયો, કષાયો, મન જીતી શકાય છે. યોગો સ્થિરતા પામે છે. સમત્વ પમાય છે. અન્નત્થસૂત્ર દ્વારા મુખ્યત્વે ચાર બાબતો, કાયોત્સર્ગ માટે બતાવાઈ છે. ૧) પ્રતિજ્ઞા :- “અપ્પાણે વોસિરામિ” પદથી કાયાના વ્યાપારનો ત્યાગ કરવારૂપ પ્રતિજ્ઞા કરવાની છે. ૨) સ્વરૂપ:ઠાણેણં, મોણેણં, ઝાણેણં' પદથી સ્થાન થકી કાયાથી,
-
તમારી સંપત્તિ તમારી વિપત્તિ બની ન જાય તેનું ધ્યાન રાખજો.