________________
શ્રી ગૌતમસ્વામીનો રાસ
માન મેલ્હી મદ ઠેલી કરી, ભગતે નામે સીસ તો, પંચસયાંશું વ્રત લીયો એ, ગોયમ પહિલો સીસ તો; ૨૩ તવ બંધવ સંજમ સુણવી કરી, અગ્નિભૂઈ આવેઈ તો, નામ લેઈ આભાસ કરે, તે પણ પ્રતિબોધેઈ તો. ૨૪ ઈણ અનુક્રમે ગણહર રયણ, થાપ્યા વીરે અગ્યારે તો, તવ ઉપદેશે ભુવનગુરું, સંજમશું વ્રત બાર તો; ૨૫ બિહું ઉપવાસે પારણું એ, આપણ તે વિરહંત તો, ગોયમ સંજમ જગ સયલ, જય જયકાર કરંત તો. ૨૬ (વસ્તુ છંદ) . ઈન્દુભૂઈએ ઈન્દુભૂઈઅ, ચડિય બહુમાને, હુંકારો કરી સંચરિઓ, સમવસરણે પહુંતો તુરંત; હ સંસય સામિ સવે, ચરમનાહ ફેડે ફુરંત, બોધિબીજ સજ્ઝાય મને, ગોયમ ભવહ વિસ્ત; દિક્ષ લેઈ સિક્ખા સહિય, ગણહરપય સંપત્ત. ૨૭
ઢાળ ૪ થી (ભાષા)
આજ હુઓ સુવિહાણ, આજ પચેલીમાં પુણ્ય ભરો, દીઠા ગોયમસામિ, જો નિયનયણે અમિય ભરો. ૨૮
૬૮૫
સિરિ ગોયમ ગણહાર, પંચસયા મુનિ પરવરિયા, ભૂમિય કરય વિહાર, ભવિયણને પડિબોહ કરે; સમવસરણમઝાર, જે જે સંશય ઉપજે એ, તે તે પરઉપગાર, કારણ પૂછે મુનિપ્રવરો. ૨૯ જિહાં જિહાં દીજે દિક્ખ, તિહાં તિહાં કેવલ ઉપજે એ, આપ કન્હે અણહુંત, ગોયમ દીજે દાન ઈમ; ૩૦
વિવેકવાન પ્રશંસા પાત્ર હોય છે.