________________
૬૮૨
રત્નત્રયી ઉપાસના
શ્રી ગૌતમસ્વામીનો રાસ
ઢાળ પહેલી
વીર જિણેસર ચરણકમળ, કમલા કયવાસો, પણમવિ પક્ષણિશું સામિ, સાર ગોયમ ગુરુ રાસો; મણ તણુ વયણ એકંત કરવી, નિસુણો ભો ભવિયા, જિમ નિવસે તુમ્હે દેહગેહ, ગુણગણ ગહગહીયા. ૧
જંબૂદ્રીપ સિરિભરહ ખિત્ત, ખોણીતલ મંડણ, મગધ દેશ સેણિય નરેશ, રિઉદલ બલ ખંડણ; ધણવર ગુથ્થર નામગામ, જહિં ગુણગણ સજ્જા,. વિષ્પ વસે વસુભૂઈ તત્ત્વ, તસુ પુહવી ભજ્જા. ૨ તાણ પુત્ત સિરિઈદભૂઈ, ભૂવલય પસિદ્ધો; ચઉદહ વિજા વિવિહ વ, નારીરસ વિદ્વો (લુટ્ઠો), વિનય વિવેક વિચાર સાર, ગુણગણહ મનોહર; સાત હાથ સુપ્રમાણ દેહ, રૂપે રંભાવર. નયણ વયણ કર ચરણ જિણવિ, પંકજ જળ પાડિય. તેજે તારા ચંદ સૂર, આકાશે ભમાડિય; વે મયણ અનંગ કરવિ, મેલ્હિઓ નિરધાડિય, ધીર મેરૂ ગંભીરસિંધુ,ચંગિમ ચય ચાડિય. ૪ પેખવિ નિરૂવમ રૂવ ાસ, જણ જંપે કિંચિય; એકાકી કલિ ભીતે ઈત્થ, ગુણ મેહલ્યા સંચિય, અહવા નિશ્ચે પુર્વી જમ્મુ, જિણવર ઈણે અંચિય; રંભા પઉમા ગૌરી ગંગા, રતિ હા વિધિ વંચિય. ૫
સહન કરવા જેવો બીજો એક ગુણ નથી.