________________
ક૭૪
રત્નત્રયી ઉપાસના
(૧૬) શ્રી દત્તધવલગિરિ ટુંક - અવસર્પિણી કાલના ત્રીજા તીર્થંકર શ્રી સંભવનાથ ભગવાન. વિશ્વભવ્યજનારામ, કુલ્યા,ત્યાજયંતિ તાઃ | દેશના સમયે વાચઃ શ્રી સંભવ જગત્પતેઃ છે.
શ્રી દત્તધવલગિરી ટુંક ઉપર ચૈત્ર સુદ-૫ ના ૧૦૦૦ મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી સંભવનાથ ભગવાનના ચરણોમાં તથા ૯ કોડાકોડી, ૭૨ લાખ ૪ર હજાર, અને ૫૦ મુનિ ભગવંતોના ચરણોમાં કોટિ કોટિ વંદન. “નમો જિણાપં-નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રા કરવાથી ૪૨ ક્રોડ પૌષધોપવાસનો લાભ મળે છે.
બોલો શ્રી સંભવનાથ ભગવાન કી જય....
(૧૭) શ્રી વાસુપૂજ્ય સ્વામી ટુંક - અવસર્પિણી કાલના બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન
વિશ્વોપકારકી ભૂત-તીર્થત્કર્મ-નિર્મિતિઃ
સુરાસુરનર પૂજ્યો, વાસુપૂજ્યઃ પુનાતુ વઃ |
શ્રી ચંપાપુરી તીર્થમાં અષાઢ સુદ-૧૪ના ૬૦૦ મુનિવરો સાથે નિર્વાણ પામેલ શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનના ચરણોમાં તથા આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ સિદ્ધ ભગવંતોના ચરણોમાં કોટિ કોટિ વંદન.
“નમો જિણાણું-નમો સિદ્ધાણં” આ ટુંકની યાત્રા કરવાથી અનેક ગણું પુણ્ય બંધાય છે. બોલો શ્રી વાસુપૂજ્યસ્વામી ભગવાનકી જય....
પરમશાંતિ આપનારી એકમાત્ર ક્ષમા છે.