________________
રત્નત્રયી ઉપાસના
શ્રી સમેતશિખરજી તીર્થ ભાવયાત્રા |
સમેતશિખર સમરૂં સદા, પૂર્વભારત મોઝાર ! વીસ તીર્થંકર પામીયા મુક્તિનગર મનોહાર છે. જૈનશાસનમાં દ્રવ્ય અને ભાવ બંને ને ધર્મની અનિવાર્યતા બતાવી છે, પણ દ્રવ્યધર્મ ત્યારે જ સાર્થક બને છે જ્યારે તેમાં ભાવ ભળે છે. “ઘી વગરની રોટલી સુકી, ભાવ વગરની ભક્તિ લુખી” ઘી સ્વરૂપ ભાવ ભક્તિમાં ભળે નહીં તો ભવની ભાવઠ ભાગે નહીં. તેથી જ શાસ્ત્રકારોએ કહ્યું છે.
ભાવે ભાવના ભાવીએ, ભાવે દીજે દાન .
ભાવે જિનવર પૂજીએ, ભાવે કેવલજ્ઞાન ભાવ સાથેની ભક્તિમાં ભક્ત અને ભગવાનનું અદ્વિતીય મિલન થાય છે. ભાવપૂર્વક કરાયેલી સાધના જ સાધનાનું સંપૂર્ણ ફળ આપે .
પૂર્વ ભારત સ્થિત બિહાર ક્ષેત્રની પુણ્યવંતી ભૂમિ ઉપર રહેલ શ્રી સમેતશિખર તીર્થનો અપરંપાર મહિમા છે. જ્યાંથી ૨૦-૨૦ તીર્થંકર પરમાત્મા મુક્તિનગરને પામ્યા છે, તે ભૂમિની સ્પર્શના કરવી તે જીવનનો એક વિશિષ્ટ લહાવો છે. પ્રતિવર્ષ તો આ ભૂમિની સ્પર્શના કરી શકતા નથી પણ ભાવપૂર્વક મનથી તો પ્રતિદિન સ્પર્શના કરી જ શકીયે છીએ, એકવાર તો અવશ્ય શ્રી શિખરજી તીર્થની તન-મનથી સ્પર્શના કરવી જ જોઈએ. તો જ્યાં નથી પહોંચતું ત્યાં મન પહોંચી શકે છે. મનથી આ મહાન તીર્થની યાત્રા કરવા માટે ભાવયાત્રા અત્રે રજૂ કરી છે. તો આવો શ્રી શિખરજી તીર્થની પ્રતિદિન યાત્રા કરી અનંતાનંતગણા પ્રકૃષ્ટ પુણ્યના સ્વામી બનીએ, કે જે પુણ્ય મુક્તિ
અશુભ કાર્યનું હરહમેશ અશુભ ફળ હોય છે.