________________
ત્રણ લોકનાં તીર્થની ભાવયાત્રા «
૧૬૫
તીન કલ્યાણક તિહાં થયાં, મુગતે ગયા રે, નેમી સર ગિરનાર...તિરથ (૧) અષ્ટાપદ એક દેહરો, ગિરિ સેહરો રે, ભરતે ભરાવ્યા બિંબ. તિરથ તે નમું રે. આબુ ચૌમુખ અતિ ભલો, ત્રિભુવન તિલો રે, વિમલ વસઈ વસ્તુપાલ...તિરથ (૨) સમેત શિખર સોહામણો, રળીયામણોરે, સિધ્યા તિર્થંકર વીસ..તિરથ તે નમું રે. નયરી ચંપા નિરખીયે, હૈયે હરખીયેરે, સિધ્યા શ્રી વાસુપૂજ્ય...તિરથ (૩) પૂર્વદિશે પાવાપુરી, સદ્ધ ભરી રે, મુક્તિ ગયા મહાવીર તિરથ તે નમું રે. જેસલમેર જુહારીયે, દુઃખ વારીએ રે, અરિહંત બિંબ અનેકતિરથ (૪) બિકાનેર જ વંદીએ, ચિર નંદીયે રે, અરિહંત દેહરા આઠ તિરથ તે નમું રે. સેરિસરો - શંખેશ્વરો, પંચાસરોરે, ફલોધિ થંભણ પાસ...તિરથ (૫) અંતરીક્ષ અજાહરી અમીઝરો રે, જીરાવલો જગનાથ...તિરથ તે નમું રે. રૈલોકય દીપક દેહરો, જાત્રા કરી રે, રાણકપુર શિર સહેરા...તિરથ (૬) શ્રી નાડુલાઈ જાદવો ગોડી સ્તવો રે, શ્રી વરકાણો પાસ...તિરથ તે નમું રે. નંદીશ્વરનાં દેહરાં બાવન ભલારે, રૂચક કુંડલે ચાર ચાર...તિરથ (0) શાશ્વતી, અશાશ્વતી પ્રતિમા છતી રે, સ્વર્ગ મૃત્યુ પાતાળ...તિરથ તે નમું રે. તિરથ જવા ફળ તિહાં, હોજો મુજ ઈહાં રે, સમય સુંદર કહે એમ...તિરથ (૮) - સ્તુતિ :- ઋષભ ચંદ્રાનન વંદન કીજે, વારિષણ દુઃખ વારેજી.
વર્ધમાન જિનવર વળી પ્રણમો, શાશ્વત નામ એ ચારજી ભરતાદિક ક્ષેત્રે મળી હોવે, ચારનામ ચિત્ત ધારેજી
તેણે ચારે એ શાશ્વત જિનવર, નમીયે નિત્ય સવારેજી...! (આવ્યો શરણે...) ભવોભવ તુમ ચરણોની સેવા આદિ સ્તુતિ બોલી ભાવ ભરેલા હૈયે આપણે છુટા પડ્યા.
「勇闖第
-
આપણી માન-મર્યાદા આપણા હાથમાં જ છે.