________________
શ્રી સમ્મેતશિખરજી તીર્થ ભાવયાત્રા
ન પામીયે ત્યાં સુધી જૈનશાસનની પ્રાપ્તિ કરાવી જ આપે. અને ઉત્તરોત્તર નિર્વાણપદ પણ અપાવી દે. સર્વ પ્રથમ બાર નવકાર આંખ બંધ કરીને ગણો. હવે તમે સાક્ષાત્ શિખરજી તીર્થમાં આવી ચૂક્યા છો. શ્રી શિખરજી તીર્થના અધિષ્ઠાયક શ્રી ભોમિયાજી દેવના દર્શન કરી યાત્રાનો પ્રારંભ કરીયે છીએ. ભાવપૂર્વક પરમાત્માનું નામ સ્મરણ કરતાં કરતાં ગિરિરાજ ચઢતાં ચઢતાં સર્વ પ્રથમ શ્રી ગૌતમસ્વામીજી ટુંક પાસે આવી પહોંચશું. આ અવસર્પિણી કાળના ચોવીશમા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુના પ્રથમ ગણધર..... (૧) શ્રી ગૌતમસ્વામી ટુંક :
અંગુઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર । શ્રી ગુરુ ગૌતમ સમરીયે, વાંછિત ફલ દાતાર ॥
990
શ્રી ૨૪ તીર્થંકર પરમાત્માના ચરણોમાં તથા ગૌતમસ્વામી સમેત ૧૧ ગણધર ભગવંતોના ચરણમાં ભાવપૂર્વક વંદના. તેમજ આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ સિદ્ધાત્માઓના ચરણોમાં કોટિ કોટિ વંદન. ‘નમો જિણાણું-નમો સિદ્ધાણં''.
બોલો શ્રી ગૌતમ સ્વામી ભગવાન કી જય.......
(૨) શ્રી જ્ઞાનધર ગિરિ ટૂંક ઃ
અવસર્પિણી કાળના સત્તરમા તીર્થંકર શ્રી કુંથુનાથ ભગવાન. શ્રી કુંથુનાથો ભગવાન્, સનાથોઽતિશયદ્ધિભિઃ । સુરાસુરનુનાથાના મેકનાથોસ્તુ વ: શ્રિયે ॥
શ્રી જ્ઞાનધર ગિરિ ટુંક પર ચૈત્ર વદ ૧ ના ૧ હજાર મુનિ ભગવંતોની સાથે નિર્વાણ પામેલ શ્રી કુંથુનાથ ભગવાનના ચરણોમાં તેમજ આ ટુંક ઉપરથી નિર્વાણ પામેલ ૯૬ કોડાકોડી, ૯૬ ક્રોડ, ૩૨ લાખ ૯૬ હજાર, ૭૪૬ મુનિ ભગવંતોના ચરણોમાં કોટિકોટિ વંદન.
જેવું કરશો તેવું ભરશો.