________________
૬૫૦
રત્નત્રયી ઉપાસના
મન ચંચળ ન રહે કિમેજી, રાચે રમણીરે રૂપ, કામ વિડંબણા શી કહું જ, પડીશ હું દુર્ગતિકુપ રે...જિનજી ૧૧ કિસ્યા કહું ગુણ માહરાજી, કિસ્યા કહું અપવાદ ' જેમ જેમ સંભાર હૈયે, તેમ તેમ વધે વિખવાદ રે...જિન) ૧૨ ગિરૂઆ તે નવિ લેખવેજી, નિગુણ સેવકની વાત નીચ તણે પણ મંદિરેજી, ચંદ્ર ને ટાળે...જ્યોત ...જિન) ૧૩ નિગુણો તો પણ તાહરોઇ, નામ ધરાવ્યું દાસ કૃપા કરી સંભારજી, પૂરજો મુજ મન આશ રે...જિનજી ૧૪ પાપી જાણી મુજ ભણીજી, મત મુકો રે વિસાર, વિષ હળાહળ આદયજી, ઈશ્વર ન તજે તાસ રે...જિન૧૫ . ઉત્તમ ગુણકારી હુ અંજી, સ્વાર્થ વિના સુજાણ કરસણ સિંચે સરભરે, મેહ ન માંગે દાણ રે..જિનજી ૧૬ તું ઉપકારી ગુણનીલોજી, તું સેવક પ્રતિપાળ તું સમરથ સુખ પૂરવાજી, કર માહરી સંભાળ રે...જિનજી ૧૭ તુજ ને શું કહીએ ધણુંજી, તું સહુ વાત રે જાણ મુજને થાજે સાહિબાજી, ભવ ભવ તાહરી આણ રે...જિનજી ૧૮ નાભિરાયા કુળ ચંદલોજી, મરૂદેવીનો નંદ કહે જિનહર્ષ નિવાજ જોઇ, દેજો પરમાનંદ રે..જિનજી ૧૯
શ્રી સિદ્ધાચલનું સ્તવન - મારૂ ડુંગરીયે મન મોહી રહ્યું, મારૂં ગિરીવરીયે મન મોહી રહ્યું જગજીવન આદિજણંદ હો... માતા મરૂદેવીનાં લાડલા સાથી સુનંદા હીરલાનો હાર હો મારૂ ડુંગરીયે...૧
કરૂણા એવી ભાષા છે જે આંધળો વાચી શકે અને બહેરો સાંભળી શકે.