________________
શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા
આદીશ્વર ભગવંતને વિનંતિરૂપ સ્તવન :
સુણ જિનવર શેત્રુંજા ધણીજી દાસ તણી અરદાસ તુજ આગળ બાળક પરેજી, હું તો કરૂ વૈખાસ રે ...જિનજી મુજ પાપીને તાર તું તો કરૂણારસ ભોજી, તું સહુનો હિતકાર રે ...જિનજી મુજ પાપીને તાર ૧.
હું અવગુણનો ઓરડોજી, ગુણ તો નહિ લગ્લેશ
પરગુણ પેખી નવી શકુંજી, કેમ સંસાર તરીશ રે ...જિનજી મુજ ૨.
જીવ તણાં વધ મેં કર્યાજી, બોલ્યા મૃષાવાદ
કપટ કરી પરધન હર્યાજી, સેવ્યા વિષય સંવાદ રે...જિનજી ૩
હું લંપટ હું લાલચુજી, કર્મ કીધા કેઈ ક્રોડ
ત્રણ ભુવનમાં કો નહિ જી, જે આવે મુજ ોડ રે...જિનજી ૪
છિદ્ર પરાયાં અહોનિોજી, જોતાં રહું જગનાથ ફુગતિ તણી કરણી કરીજી, જોડ્યો તેહશું સાથ...જિનજી ૫
કુમતિ કુટીલ કદાગ્રહી, વાંકી ગતિમાં મુજ, વાંકી કરણી માહરીજી, શી સંભળાવું તુજ રે...જિનજી ૬
પુન્ય વિના મુજ પ્રાણીયોજી, જાણે મેલું રે આથ ઉંચા તવર મોરીયાજી ત્યાંહી પસારે હાથ રે...જિનજી ૭
વિણ ખાધા વિણ ભોગવ્યાંજી, ફોગટ કર્મ બંધાય આર્તધ્યાન મીટે નહિ, કીજે કવણ ઉપાય...જિનજી ૮
કાજળથી પણ શામળાજી, મારા મન પરિણામ સોણમાંહી તાહરૂં, સંભારૂ નહીં નામ રે...જિનજી ૯
મુગ્ધ લોક ઠગવા ભણીજી, કરૂં અનેક પ્રપંચ ફુડ કપટ બહુ કેળવીજી, પાપ તણો હું સંચ રે...જિનજી ૧૦
BC
ઋજુતાથી માયાને દૂર કરજો, સંતોષથી લોભને જીતી લેજો.
૭૪૯