________________
૬૪૮
સિદ્ધગિરિ એ ચૈતન્ય શક્તિનો ભંડાર છે. અનંતા આત્માઓએ અહિં પોતાનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કર્યું છે. તે સિદ્ધ પરમાત્માની સાથે આપણા આત્માની એકતાનો અનુભવ કરીએ છીએ.
રત્નત્રયી ઉપાસના
જેવું સિદ્ધ ભગવંતોનું આત્મદ્રવ્ય છે તેવું જ આપણું આત્મદ્રવ્ય છે. આપણે જે ક્ષેત્ર પર બેઠા છીએ ત્યાંથી જ અનંતા સિદ્ધ થયા છે. સિદ્ધશિલા ઉપર અને બધે વર્તમાન ક્ષણ એકજ છે. સ્વરૂપમાં સ્થિરતા રમણતા આનંદ વગેરે ભાવ સિદ્ધ પુરૂષોનાં સ્પર્શથી આપણામાં ઉત્પન્ન થયા છે આ રીતે દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી એકતા આપણે સાધી રહ્યા છીએ.
સિદ્ધગિરિ પર ચૈતન્યનો મહાસાગર. . . શુદ્ધ સ્વરૂપી દેખાય છે. ‘‘જ્યોતિ સ્વરૂપી તું જિન દીઠો, તેને ન ગમે બીજું કાંઈર જ્યાં જઈએ ત્યાં પૂરણ સઘળે, દીસે તુંહીજ તુંહી રે...
આ રીતે હૈયામાં ...આનંદ ...આનંદ ફેલાઈ રહ્યો છે. આ આનંદનો અનુભવ કરી ત્યાંથી આગળ ...ભારે હૃદયે નીચે ઉતરવા લાગ્યા કેવો અપૂર્વભાવોલ્લાસ હતો ...?
હવે ફરીથી ક્યારે આવો દિવ્ય અનુભવ થશે ...? ક્યારે મારો આત્મા કષાય રહિત પ્રશાન્ત બનશે ...? આ રીતે ભાવના ભાવતાં ભાવતાં નીચે ઉતરી રહ્યાં હવે આ યાત્રા બાદ મનોમન આપણે સંકલ્પ કરીએ છીએ કે;
....
...મારા
હે દેવાધિદેવ ...ભાવયાત્રા દ્વારા દિન-પ્રતિદિન ભાવોને નિર્મળ બનાવી શુદ્ધ ધર્મ દ્વારા સમ્યક્ત્વને પ્રારંભ કરૂં ... આત્મનિંદા દ્વારા મારા અનાદિનાં અશુભ સંસ્કારોથી ખરડાયેલા આત્માને શુદ્ધ બનાવું.
આમ શુભ ભાવના પૂર્ણ હૃદયે
...
સૌ સૌનાં સ્થાને પહોંચ્યાં.
ગ
ક્ષમાથી ક્રોધને હણજો, નમ્રતાથી અભિમાન પર વિજય મેળવજો.