________________
શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા
૬૪૧
ત્યાં રહેલાં સર્વ જિનબિંબોને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”. ત્યાંથી બહાર ડાહ્યાભાઈનાં દેરાસરમાં શ્રી કુંથુનાથ ભગવંતને તથા પરસનબાઈનાં દેરાસરમાં શ્રી શાંતિનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”.
પાંચમી હેમાવસહીની ટુંકમાં - ચાર દેરાસરમાં મૂળનાયક શ્રી અજિતનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”.
બીજા દેરાસરમાં પુંડરીક સ્વામીને તથા સાકરચંદ શેઠે બનાવેલ ચૌમુખજી તથા હેમાભાઈ શેઠે બનાવેલ ચૌમુખજી ભગવંતને તથા અન્ય જિનબિંબો આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિહાણ".
હવે યાત્રા કરતાં આપણે છઠ્ઠી મોદીની ટુંકે (પ્રેમાવસહી) આવ્યા. અહિંયા બિરાજમાન મૂળનાયક શ્રી ઋષભદેવ પરમાત્માને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”.
શ્રી પુંડરિક સ્વામીને અને અન્ય દેરીમાં બિરાજમાન જિનપ્રતિમાજીને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણું” આ ટુંકમાં રહેલા સર્વ ગણધર પગલાંને ચરણે મારું મસ્તક ઝુકાવું છું.
આ ટૂંકમાં રતનચંદ શેઠનાં દેરાસરમાં રહેલા શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”.
આ ટુંકમાં પ્રેમચંદ શેઠનાં દેરાસરમાં રહેલા શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણં'.
આગળ મોદીનાં દેરાસરમાં શ્રી અજીતનાથ પ્રભુને તથા વિશા નીમાનાં બંધાવેલા દેરાસરમાં શ્રી ચંદ્રપ્રભ સ્વામીને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”.
આ ટુંકથી ઉતસ્તાં માણેકબાઈની મૂર્તિ તથા અદબદજી દાદાનું દેરાસર આવે. ૧૮ ફુટ ઉચા અને ૧૪ ફુટ પહોળા વિશાળ કાય પ્રભુને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”.
=
=
==
મૈત્રીનું સુખ તો દેવલોકમાંયે દુર્લભ છે.