________________
૬૪૦
રત્નત્રયી ઉપાસના
ગણધર પગલાં તથા સર્વ જિનબિંબોને આપણે નમસ્કાર કરીએ છીએ. ‘“નમો જિણાણં’
પાછલી બારીમાંથી નીકળી ૨૦ ક્રોડ સાથે મોક્ષે ગયેલા પાંચ પાંડવોને આપણે નમસ્કાર કરીએ છીએ.
પાંડવનાં દેરાસરની પાછળ સહસ્રકુટનાં ૧૦૨૪ જિનને આપણે નમસ્કાર કરીએ છીએ.
બીજી છીપાવસહીની ટુંક :- (ભાવસારની ટુંક) ત્યાં મૂળનાયક શ્રી ઋષભદેવ સ્વામીને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણં''. ગઢને અડીને રહેલા દેરાસરમાં શ્રી શ્રેયાંસનાથ પ્રભુને આપણે નમસ્કાર કરીએ છીએ. ‘‘નમો જિણાણં’’ (જઘન્ય ચૈત્યવંદન).
બહારનાં ઢોળાવ પર શ્રી અજીતનાથ તથા શ્રી શાંતિનાથની દેરીમાં બંને પરમાત્માને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણં''.
ત્રીજી સાકરવસહીની ટુંક :- આ ટુંકમાં ત્રણ દેરાસર :ત્યાં મૂળ દેરાસરમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણું” (જઘન્ય ચૈત્યવંદન).
બીજા દેરાસરમાં શ્રી ચંદ્રપ્રભ સ્વામી ભગવાનને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણં''.
ત્રીજા દેરાસરમાં શ્રી પદ્મપ્રભ સ્વામીને ભગવાનને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણં'.
નાની-મોટી દેરીમાં રહેલ સર્વ જિનબિંબોને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણં'.
ચોથી નંદીશ્વર દ્વીપની (ઉજમ ફઈ) ટુકે અમે પહોંચ્યા :
ઊઠો, જાગો અને ધ્યેય પ્રાપ્ત કરો નહિ ત્યાં સુધી થોભો નહિ.