________________
શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા
ઈમ નિસુણીને તિહાં આવીઆ રે લાલ, ઘાતિ કરમ કર્યાં દૂર તમ વારી રે, પાંચ ક્રોડ મુનિ પરિવર્યા રે લાલ, હુઆ સિદ્ધિ હજુર ભવપારી રે. એક દિન
ચૈત્રી પૂનમ દીન કીજીએ રે લાલ, પૂજા વિવિધ પ્રકાર દિલધારી રે, ફળ પ્રદક્ષિણા કાઉસગ્ગા રે લાલ, લોગસ્સ થુઈ નમુક્કાર નરનારી રે. એક દિન ૪
દશ, વીશ, ત્રીશ, ચાલીશ ભલા રે લાલ, પચાશ પુષ્પની માળ અતિ સારી રે, નરભવ લ્હાવૌ લીજીએ રે લાલ જેમ હોય જ્ઞાન વિશાળ મનોહરી રે એક દિન ૫
સ્તુતિ :
પુંડરીકગિરિ મહિમા, આગમમાં પ્રસિદ્ધ, વિમલાચલ ભેટી લહીયે અવિચલ રિસ્ક્રૂ, પંચમગતિ પહોંચ્યા મુનિવર ક્રોડાક્રોડ, એણે તિરથે આવી કર્મ વિપાક વિછોડ.
SE ARE READ WAS ONDAN KOMANDA
...ખમાસમણ
નવટુંકની ભાવયાત્રા :- પ્રથમ દિવસે દાદાની ટુંકની ભાવયાત્રા કર્યા પછી બીજે દિવસે અમે બીજી આઠ ટુંકોની ભાવયાત્રાનો આરંભ કરીએ છીએ.
તળેટીએથી હનુમાનધારા પાસે પહોંચ્યા બાદ બે રસ્તા ફંટાયા તેમાં આગળ વધતાં સર્વ પ્રથમ અંગારશા પીરનું સ્થાન બાદ નરસિંહ કેશવજીની ટુંક આવી... ત્યાં મધ્યમાં મુખ્ય મંદિરમાં મૂળનાયક શ્રી અભિનંદન સ્વામીજીને આપણે નમસ્કાર કરીએ છીએ... “નમો જિણાણં'. તથા ફરતી ૩૪ દેરીમાં રહેલ સર્વ પ્રતિમાજીને નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણં’. ત્યાંથી બહાર નીકળી સંપ્રતિ મહારાજાએ બનાવેલા દેરાસરમાં મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવંતને
દરેક પ્રકારની તૃષ્ણાના ત્યાગમાં જ સુખ છે.
930