________________
શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા
૬૩૩
જ
*
*
* *
*
સ્તુતિ :- નેત્રાનન્દકરી ભવોદધિ તરી, શ્રેયસ્તરોમંજરી,
શ્રી-મદુધર્મ મહા નરેન્દ્ર નગરી, વ્યાપલ્લતા ધૂમરી, હર્ષોત્કર્ષ શુભ પ્રભાવ લહરી, રાગદ્વિષાં જિત્વરી,
મૂર્તિ શ્રી જિનપુંગવસ્ય ભવતુ, શ્રેયસ્કરી દેહીનામ્...૧ સ્તુતિ :- જે અમર શત્રુંજય ગિરિ છે, પરમજ્યોતિર્મય સદા,
ઝળહળ થતી જેની અવિરત, મંદિરોની સંપદા, ઉત્તગ જેના શિખર કરતા, ગગન કેરી સ્પર્શના
દર્શન થકી પાવન કરે તે વિમલગિરિને વંદના...૨ સ્તુતિ :- આનંદ આજે ઉપન્યો, પગલાં જોયા જે આપના.
અંતર તલથી ભાગતા જે, સુલટો રહ્યાં પાપના. જે કાલને વિષે પ્રભુજી, આપ આવી સમોસર્યા,
ધન જીવ તે ધન જવ તે, દર્શન લહી ભવજલ તર્યા...૩ સ્તુતિ :- પૂર્વ નવ્વાણું વાર પધારી, પાવન કીધું જે ભૂમિતળને,
દર્શન કરતાં ભવ્ય જીવોના, દૂર કરે અંતર મને, ત્રીજે આરો સ્મરણ કરતાં, ઋષભદેવ સાક્ષાત્ ધરે,
પ્રણમું ભાવે તે પગલાંને, પાતિક મારા દૂર કરે..૪ સ્તુતિ :- રાયણ રૂખ તળે બિરાજી જગને, સંદેશ જે આપતાં,
આદીશ્વર જિનરાયના જે પગલા, પાપો સવિ કાપતા, ઋષભસેન પ્રમુખ સેવી પગલા, શાશ્વત સુખે મહાલતા, વંદુ એવા ઋષભ જિન પગલા, જંજાળ જાળ જે ટાળતા...૫
રાયણ પગલાંનું ચૈત્યવંદન આદી જિનેશ્વર રાયના, છે પગલાં મનોહર, ભાવ સહિત ભક્તિ કરે, પહોંચાડે ભવપાર
નમસ્કાર ભાવનો બીજો અર્થ કૃતજ્ઞતા અને ઉદારતા છે.