________________
ઉ૩૨
રત્નત્રયી ઉપાસના
=
=
=
ત્યાંથી આગળ રાયણવૃક્ષને વંદન કરી, ગણધર પગલાંને નમસ્કાર કરી દાદર ઉપર ચઢી શ્રી આદિશ્વરદાદાના મંદિર પર રહેલા સર્વે જિનબિંબોને જુહાપું . “નમો જિણા”. '
સીડીથી ઉતરી શ્રી સીમંધર સ્વામીના મંદિરના શિખરમાં રહેલા ચૌમુખજીને નમસ્કાર કરું છું. “નમો જિણાણું.”
ત્યાંથી આગળ શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજી ભગવંતને અને નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”
હવે ત્રીજી પ્રદક્ષિણામાં પાંચ ભાઈઓના દેરાસરમાં વિશાળ એવા પાંચ જિનબિંબોને નમસ્કાર કરીએ છીએ “નમો જિણાણ”.
ત્યાંથી આગળ શ્રી સુમતિનાથ ભગવાનના દેરાસરના જિનબિંબોને નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”.
પ્રદક્ષિણામાં આગળ વધતાં શ્રી નેમિનાથ ભગવાનને નમસ્કાર કરીએ છીએ. શ્રી વીસ વિહરમાન દેરાસરમાં રહેલા સર્વ જિનબિંબોને નમસ્કાર કરીએ છીએ.
પ્રદક્ષિણામાં રહેલી નાની મોટી દેરીઓમાં રહેલા સર્વ જિનબિંબોને અમે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણું.”
ત્યાંથી આગળ ચાલતાં શ્રી અષ્ટાપદજીના દેરાસરમાં રહેલા ૨૪ તીર્થકર ભગવંતોને આપણે ભાવથી નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણું.”
ત્યાંથી આગળ નાની મોટી દેરીએ દર્શન કરી રાયણવૃક્ષને ત્રણ પ્રદક્ષિણા દઈ શ્રી આદીશ્વર ભગવંતના ભવ્ય પગલાંના આપણે દર્શન કરીએ છીએ. ત્યારબાદ ચૈત્યવંદન કરીશું.
મેળવવામાં સામર્થ્ય જોઈએ; માણવામાં સંચમ.