________________
શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા
૬૨૯
જાતલડwa
ચૈત્યવંદન :
વિમલ કેવલ જ્ઞાન કમલા, કલિત ત્રિભુવન હિતકર, સુરરાજ સંસ્તુત ચરણ પંકજ, નમો આદિજિનેશ્વર...૧ વિમલ ગિરિવર શૃંગમંડણ, પ્રવરગુણગણ ભૂધર, સુર અસુર કિન્નર કોડી સેવિત, નમો આદિજિનેશ્વરે...૨ કરતી નાટક કિન્નરી ગુણ, ગાય જિન ગુણ મનહર, નિરાલી નમો અહોનિશ, નમો આદિજિનેશ્વર...૩ પુંડરિક ગણપતિ સિદ્ધિ સાધીત, કોડી પણ મુનિ મનહર, શ્રી વિમલગિરિવર શૃંગ સિધ્યા, નમો આદિજિનેશ્વર...૪ નિજ સાધ્ય સાધક સુર મુનિવર, કોડીનંત એ ગિરિવર, મુકિત રમણી વર્યા રંગે, નમો આદિજિનેશ્વર...૫ પાતાલ નર સુર લોકમાંહે, વિમલ ગિરિવર તો પરે, નહિ અધિક તીરથ તીર્થપતિ કહે, નમો આદિજિનેશ્વર...૬ એમ વિમલ ગિરિવર શિખર મંડણ, દુઃખ વિહંડણ ધ્યાઈએ. નિજ શુદ્ધ સત્તા સાધનાર્થ, પરમ જ્યોતિ નિપાઈએ, ....૭ જિત-મોહ-ક્રોહ-વિછોહ નિદ્રા પરમ પદ સ્થિતિ જયકર, ગિરિરાજ સેવા કરણ તત્પર, પદ્મવિજય સહિતકર...૮ સ્તવન :શેત્રુંજય ગઢના વાસી રે, મુજરો માનજો રે, સેવકની સુણી વાતો રે, દિલમાં ધારજો રે, પ્રભુ મેં દીઠો તુમ દેદાર, આજ મુને ઉપન્યો હરખ અપાર, સાહિબાની સેવા રે, ભવ દુઃખ ભાંગશે દાદાજીની સેવા રે, શિવસુખ આપશે રે...૧ એક અરજ અમારી રે, દિલમાં ધારજો રે, ચોરાશી લાખ ફેરા રે દૂર નિવારજો રે, પ્રભુ મને દુર્ગતિ પડતો રાખ, પ્રભુ મને દરિસન વહેલું દાન સાહિબા...૨ દોલત સવાઈ રે સોરઠ દેશની રે, બલિહારી જાઉં રે પ્રભુ તારા વેશની રે, પ્રભુ તારું રૂડું દીઠું રૂપ, મોહ્યા સુરનર વૃંદને ભૂપ...સાહિબા...૩
I
,
TET
1 T
ET
1
2
3
4
જીવનમાં પ્રેમ અને માણસાઈ હશે તો જ જીવન જીવવા જેવું બનશે.