________________
૬૨૮
રત્નત્રયી ઉપાસના
સ્તુતિ :
(રાગ મંદિર કો મુક્તિ તણા) ધર્મની સ્થિતિ તણી શુભ કલ્પવલ્લી લોમકા, રોપી હતી પૂર્વેજ જેણે વિશ્વ કેરા ચોકમાં, વિવિધ ફળ આપી રહી અદ્યાવધિ સવિ જીવને, આપો પ્રભુ તે નાભિનંદન ! આત્મ લક્ષ્મી વિશ્વને ..૧ લેખે લાગ્યો ગિરિવર તને જોવતાં જન્મ મારો, તારા સ્પર્શે નિર્મળ થયો, દેહ આજ મારો; પાપો મારાં ભવોભવ તણાં, સર્વ દૂરે પલાયાં, પૂર્વે કીધાં સયલ સુકૃતો, સાથે મારા કહાયાં . ક્યારે સિદ્ધગિરિ પવિત્ર શિખરે, જઈ શાંત વૃત્તિ સજી, સિદ્ધોના ગુણનો વિચાર કરશું. મિથ્યા વિકલ્પો ત્યજી, વાશી ચંદન કલ્પ થઈ પરિષહો સર્વે સહીશું મુદા આવી શાંત થશે અહો અમ કને, શત્રુ સમુહો કદી ...૩ દીઠો જે ગિરિરાજ પાપ સઘળાં, તત્કાળ દૂર હરે, સ્પર્યો દઈ સુખ સંપદા, ભવિકને જે પરગામી કરે, આવ્યા પૂર્વ નવ્વાણું વાર ઋષભ સ્વામી પ્રભુ જ્યાં પુરા, વંદુ તે વિમલાદિને, વિનયથી જેને નમે સૌ સુરા ...૪ પૂર્ણાનન્દમયં મહોદયમય, કેવલ્ય ચિઠ્ઠમર્ય, રૂપાતીતમય સ્વરૂપ-રમણ, સ્વાભાવિક શ્રીમયમ્ જ્ઞાનોદ્યોતમય કૃપારસમય, સ્યાદ્વાદ વિદ્યાલય, શ્રી સિદ્ધાચલ તીર્થરાજ મનીશ, વન્ડેડહમદીશ્વરમ્ ..૫
વેરથી વેર ન શમે; પણ પ્રેમથી વેર શમે.