________________
શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા :
છાબ.૪%
%:
&:ઝાદા : 2006
ત્યાંથી ચાલતાં શ્રી આદીનાથ ભગવંતના દેરાસરે, શ્રી ધર્મનાથ સ્વામીનાં દેરાસરે, શ્રી મહાવીર સ્વામીના દેરાસરે આસપાસ રહેલી નાની નાની દેરીઓમાં.... શ્રી શ્રેયાંસનાથ ભગવંતના જિનાલયે... સર્વે જિનબિંબોને આપણે નમસ્કાર કરીએ છીએ.... “નમો જિણાણ”.
ત્યાંથી આગળ ઈશાન ખૂણામાં ચતુર્મુખ જિનાલયમાં... તથા બે શ્રી સંભવનાથ ભગવંતના જીનાલયમાં શ્રી ઋષભદેવ સ્વામીના જિનાલયમાં ઘણા પ્રતિમાજી બિરાજમાન છે. તે સર્વેને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”.
ત્યાંથી આગળ આવવા નીચે શ્રી ધનેશ્વરસૂરીજીની વિશાળ મૂર્તિ છે ત્યાં તે આચાર્ય ભગવંતને અમે વંદના કરીએ છીએ. - હવે અમે હાથી પોળે પહોંચ્યા. ત્યાં જમણી બાજુએ જ્યાં સૂરજ કુંડ, ભીમ કુંડ, બ્રહ્મ કુંડ, ઈશ્વર કુંડ આવેલા છે. ત્યાં સૂરજ કુંડ પાસે સુંદર વિસામા આગળ શ્રી ઋષભદેવના પગલાંની દેરી છે. એ પગલાંને અમે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”.
હવે આપણે રતનપોળમાં પ્રવેશ કરીએ છીએ. સામે વિશાલ જિનાલય દેખાય છે. તે જિનાલય ભોયતળીયેથી બાવન હાથ ઉચુ છે. શિખરમાં ૧૨૪૫ કુંભો છે. ૨૧ સિંહોના વિજય ચિન્હો છે. ચાર દિશામાં ચાર યોગીની, દશ દિપાલના પ્રતિકો છે. ગભારાની આસપાસ રંગમંડપમાં ૭ર દેવકુલિકા છે. ૩ર પૂતળી અને ૩ર તોરણોથી મંડપ શોભી રહ્યો છે. સામે કર્માશાએ ભરાવેલી દાદાની ભવ્ય મૂર્તિના દર્શન થાય છે. બોલો બોલો “શ્રી આદીનાથ ભગવાન કી જય.”
અહીં આપણે દાદાના ભાવપૂર્વક દર્શન વંદન અને ચૈત્યવંદન કરીએ.
IT
,
કરીના ક
ર કરનાર માનત
. ઢ, નમક કલાક
આવડતને આળસ વળગી એટલે જ આવડત ભૂખે મરી સમજો.