________________
૬૨૬
રત્નત્રયી ઉપાસના
આવેલા છે. આ સર્વે મંદિરોમાં રહેલા જિનબિંબોને આપણે નમસ્કાર કરીએ છીએ. ‘“નમો જિણાણં''.
ત્યાંથી આગળ ચોરીવાળા દેરાસરે ‘નમો જિણાણં''. શ્રી વિમલનાથ ભગવાન અને શ્રી અજિતનાથ ભગવાનનાં દેરાસરે “નમો જિણાણં’’ પાછળ નાની દેરીઓમાં સર્વે જિનબિંબોને ‘નમો જિણાણં’’.
ત્યાંથી આગળ વધતાં સહસ્રફણાં પાર્શ્વનાથના મંદિરે શ્રી પાર્શ્વનાથ ભગવંતને નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણં'.
ત્યાંથી આગળ ધર્મનાથ ભગવંતના દેરાસરે, ચંદ્રપ્રભ સ્વામીના દેરાસરે તથા ફરી સહસ્રફણા પાર્શ્વનાથ ભગવંતના દેરાસરે રહેલા સર્વે જિનબિંબોને આપણે નમસ્કાર કરીએ છીએ... ‘“નમો જિણાણં’’.
શ્રી કુમારપાળ રાજાએ બનાવેલા દેરાસરમાં મૂળનાયક શ્રી આદીશ્વર ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ.
વાઘણપોળની ડાબી બાજુ યાત્રા કર્યાં પછી જમણી બાજુની
યાત્રા:
કેશવજી નાયકના મંદિરેથી ચાલતાં સમવસરણનું દેરાસર આવ્યું. ત્યાં બિરાજતાં શ્રી મહાવીર સ્વામીજીને આપણે નમસ્કાર કરીએ છીએ... “નમો જિણાણં'.
ત્યાંથી આગળ શ્રી અમીઝરા પાર્શ્વનાથ ભગવંતને નમસ્કાર કરીએ છીએ... “નમો જિણાણું'.
ત્યારબાદ શ્રી ચંદ્રપ્રભ સ્વામીનાં જિનાલયે તથા શ્રી સંભવનાથ પ્રભુના જિનાલયે રહેલી સર્વે જિનપ્રતિમાને આપણે નમસ્કાર કરીએ છીએ... “નમો જિણાણં'.
ત્યાર પછી... આરસની છત્રી આકારે બનેલ જિનાલયમાં શ્રી પાર્શ્વનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ.... ‘‘નમો જિણાણં’.
મ
દિમાગમાંથી સડી ગયેલા વિચારો ફેંકી દેજો, નહિ તો દિમાગ સડી જશે.