________________
શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા
૬૨૫
-
ક
લકકડ રક
દુઃખ ભંજન છે બિરૂદ તમારું, અમને આશ તુમારી; તુમે નીરાગી થઈને છૂટો, શી ગતિ હોશે અમારી ? મારો. ૨ કહેશે લોક “ન તાણી કહેવું, એવડું સ્વામી આગે' પણ બાળક જો બોલી ન જાણે, તો કિમ વ્હાલો લાગે. મારો. ૩ મારે તો તું સમરથ સાહિબ, તો કિમ ઓછું માનું ચિંતામણિ જેણે ગાંઠ બાંધ્યું, તેહને કામ કિશ્યાનું મારો. ૪ અધ્યાતમ રવિ ઉગ્યો મુજ ઘટ, મોહ તિમિર હર્યું જુગતે; વિમલવિજય વાચકનો સેવક, રામ કહે શુભ ભગતે. મારો. ૫
શાંતિનાથ ભગવંતની સ્તુતિ :શાન્તિ સુહંકર સાહિબો, સંયમ અવધારે, સુમિત્રને ઘેર પારણું, ભવપાર ઉતારે; વિચરંતા અવનીતલે, તપ ઉગ્ર વિહારે, જ્ઞાન ધ્યાન એક તાનથી, તિર્યંચને તારે.
ખમાસમણ... આગળ કવાયક્ષની દેરી આવે..
આપણે કવયક્ષને પ્રાર્થના કરીએ છીએ કે યાત્રા માટે આવેલા સર્વ યાત્રિકોને સુખપૂર્વક યાત્રા કરવામાં સહાયક બને.
શ્રી શાંતિનાથ ભગવંતના દેરાસરજીથી થોડા પગથિયા ઉતરતાં ડાબી બાજુ શ્રી ચક્રેશ્વરી માતાની દેરી છે. બહારના ભાગમાં શ્રી પદ્માવતી – નિર્વાણી – સરસ્વતી અને લક્ષ્મીજીની દેરી છે. પાસે દેરીમાં વાઘેશ્વરી અને પદ્માવતીની મૂર્તિ છે. આ સર્વે દેવીઓને શાસન રક્ષા માટે અને આરાધનામાં સહાયક થવા માટેની આપણે પ્રાર્થના કરીએ. સર્વ દેવીઓને પ્રણામ.
ત્યાંથી આગળ વધતાં જમણી અને ડાબી બાજુ હારબંધ મંદિરો
માનવી પોતે જ પોતાનો ભાગ્યવિધાતા છે.