________________
૬૨૪
રત્નત્રયી ઉપાસના
ત્યાંથી શ્રી નેમીનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિસાણં”.
ત્યાં ડાબી બાજુમાં શ્રી શાંતિનાથ ભગવંતનું જિનાલય રહેલું છે. ત્યાં રહેલા શ્રી શાંતિનાથ પરમાત્માને અમે નમસ્કાર કરીએ છીએ. અહીં આપણે શ્રી શાંતિનાથ દાદાની ભાવપૂર્વક સ્તુતિ કરશું. સ્તુતિ : સુધાસોદર વાજ્યોત્સના, નિર્મલીકૃતદિડમુખઃ
મૃગલક્ષ્મા તમઃ શાન્ચે, શાન્તિનાથ જિનોસ્તુ વઃ II શ્રીમતે શાંતિનાથાય, નમ: શાંતિ વિધાયિને
વૈલોકસ્યા-ડમરાધીશ, મુકુટાભ્યર્ચિતાંધયે... || સ્તુતિ :
જેના ગુણોનાં સિંધુના, બે બિંદુ પણ જાણું નહિ પણ એક શ્રદ્ધા દિલમાંહે, નાથ સમ કો છે નહિ જેના સહારે ક્રોડ તરીયા, મુક્તિ મુજ નિશ્ચય સહી એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું ..
શાંતિનાથ ભગવંતનું ચૈત્યવંદન :શાંતિ જિનેશ્વર સોળમા, અચિરા સુત વંદો, વિશ્વસેન કુલ નભમણિ, ભવિજન સુખ કંદો
. ...૧ મૃગ લંછન જિન આઉખું, લાખ વર્ષ પ્રમાણ, હત્થિણાકર નયરી ધણી, પ્રભુજી ગુણ મણિ ખાણ ...૨ ચાલીસ ધનુષની દેહડી એ, સમચરિંસ iઠાણ, વદન પદ્મ ભર્યું ચંદલો, દીઠ પરમ કલ્યાણ
શાંતિનાથ ભગવંતનું સ્તવન:મારો મુજરો લ્યોને રાજ! સાહિબ ! શાંતિ ! સલૂણાં ! અચિરાજીના નંદન તોરે, દરિસન હેતે આવ્યો; સમકિત રીઝ કરોને સ્વામી, ભક્તિ ભેટશું લાવ્યો. મારો. ૧
બીજા માટે લગાડેલી આગ તેને જ ભરખી જાય.