________________
શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા
છે. તેમાં પહેલી-બીજી ભરતની એક ક્રોડ મુનિ સાથે મોક્ષે જનારા આ બંને મુનિઓને અમે ભાવભરી વંદના કરીએ છીએ... “નમો સિદ્ધાણં'.
ચોથી મૂર્તિ શ્રી શુક પરિવ્રાજકની છે. ૧૦૦૦ મુનિ સાથે કેવળજ્ઞાન પામી સિદ્ધગિરિ પર મોક્ષે જનાર આ આચાર્ય ભગવંતને આપણે ભાવભરી વંદના કરીએ છીએ... ‘‘નમો સિદ્ધાણં’’.
.
પાંચમી મૂર્તિ શ્રી શેલકાચાર્યની છે. આ ગિરિરાજ પર પ∞ શિષ્યો સાથે અનશન કરી મોક્ષે ગયા છે. તે સર્વેને આપણે કોટી-કોટી વંદના કરીએ છીએ... નમો સિદ્ધાણં,
ત્યાંથી આગળ વધતાં શ્રી નમિ-વિનમિનાં પગલાં છે. શ્રી નમિવિનમિ મુનિ ફાગણ સુદ-૧૦નાં બે કરોડ મુનિ સાથે આ ગિરિવર પર મોક્ષે ગયા છે. તે બંને મુનિનાં ચરણ કમળમાં આપણે નમસ્કાર કરીએ છીએ... ‘‘નમો સિદ્ધાણં''.
ત્યાંથી આગળ ડુંગરની ભેખડમાં જાલી-મયાલી-ઉવયાલિની ત્રણ મૂર્તિ છે. તે ત્રણે મુનિવરોને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો સિદ્ધાણં'’.
રામપોળ પાસે... પંહોચતાં આનંદથી હૈયુ ડોલી રહ્યું... જય જય શ્રી આદીનાથ... કેટલા કષ્ટથી દાદા તારી પાસે આવ્યો છું. રામપોળમાં પ્રવેશતાં સામે શ્રી વિમલનાથ ભગવંતનું જિનાલય છે. તે વિમલનાથ ભગવંત તથા બીજા જિનબિંબોને આપણે નમસ્કાર કરીએ છીએ. ‘‘નમો જિણાણં’’ બાજુમાં શ્રી સુમતિનાથ ભગવંતનાં જિનાલયમાં સર્વે જિનબિંબોને આપણે નમસ્કાર કરીએ છીએ. ‘“નમો જિણાણં''.
ત્યાંથી થોડા આગળ વધતાં મોતીશાની ટુંકથી આગળ કેશવજી નાયકની ટુંક આગળ આવી ત્યાં પાંચ મહાતીર્થની રચના કરેલી છે. ત્યાં રહેલા સર્વે જિનબિંબોને હું નમસ્કાર કરૂં છું. ‘“નમો જિણાણં’’.
વિવેક વિનાની વાસના ક્યારેક પાગલ બનાવી દે છે.
૨૩