________________
૬૨૦
રત્નત્રયી ઉપાસના
સ્તવન :- (રાગ:- પણ જ શાસન અતિ ભલું)
ત્રિભુવન તારક તીર્થ તલાટી, ચૈત્યવંદન પરિપાટીઝ, મિથ્યા મોહ ઉલંધી ઘાટી, આપદા અળગી નાઠીજી ' ...ત્રિભુવન. ૧.
જિનવર ગણધર, મુનિવર નરવર, સુરનર કોડાકોડીજી, ઈહાં ઉભા ગિરિવરને વંદે, પૂજે દોડાદોડી ...ત્રિભુવન. ૨.
ગુણઠાણાની શ્રેણી જેહવો, ઉચો પંથ ઈહાંથીજી, ચઢતે ભાવે ભવિ આરાધો, પૂન્ય વિના મળે કિહાંથીજી ..ત્રિભુવન. ૩.
મેરૂ સરસવ તુજ-મુજ અંતર, ઉચો જોઈ નિહાળુંજી, તો પણ ચરણ સમીપે બેઠો, મનનો અંતર ટાળું ...ત્રિભુવન. ૪.
સેવન કારણ પહેલી ભૂમિકા, અમલ અદ્વેષ અખેદજી, ધર્મરત્ન પદ તે નર સાધે, ભૂગર્ભ રહસ્યનો ભેદજી .ત્રિભુવન. પ. સ્તુતિ:
શ્રી વિમલાચલ ગિરિવર કહીએ, મોક્ષતણો અધિકાર), ઈણગિરિ હૃતિ ભવિજન નિચે, પામ્યા કેવળ સારજી, કાંકરે કાંકરે સાધુ અનંતા, સિધ્યા ઈણગિરિ આયાજી, કર્મ ખપાવીને કેવળ પામ્યા, થઈ અજરામર કાયાજી...
" (ખમાસમણ) તળેટીથી આગળ વધતાં ગોવિંદજી ખોનાનાં નવા દેરાસરમાં રહેલા મૂળનાયક શ્રી ધર્મનાથ સ્વામીને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”.
ત્યાંથી આગળ વધતાં નુતન ધનવશી-ટુંક આવી, ત્યાં સહસ્ત્રકુટ, રત્નમંદિર, જલમંદિર તેમજ નાની મોટી દેરીમાં રહેલા અનેક જિનબિંબોને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણાં”.
ઉપાસના અમૃત દે, વાસના વિષ.