________________
શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા S
૬૧૯
કાકા
અહિંયા નવટુંકોના પ્રતિક રૂપે નવ દેરી બનાવી છે. અહિંયા હિરામાણેક-મોતીના થાળ ભરી ભરત મહારાજાએ ગિરિરાજને વધાવ્યો હતો. અન્ય સંઘો અને યાત્રિકો પણ જે ભૂમિને વધાવે છે. તે પુનિત ભૂમિને યથાશક્તિ આપણે પણ વધાવીએ.
બોલો બોલો શ્રી આદીનાથ ભગવંતની જ્ય. જય જય શ્રી આદીનાથ અહીં આપણે તળેટી સન્મુખ પહેલું ચૈત્યવંદન કરીશું.
(તળેટીનાં દર્શન કરી સ્તુતિ બોલવી) (૧) શ્રી સિદ્ધાચલ નયણે જોતાં, હૈયુ મારૂં હર્ષ ધરે,
મહિમા મોટો એ ગિરિવરનો, સુણતાં તનડું નૃત્ય કરે, - કાંકરે કાંકરે અનંતા સિધ્યા, પાવન એ ગિરિ દુઃખડા હરે,
એ તીરથનું શરણું હોજો. ભવોભવ બંધન દૂર કરે..૧ (૨) જ્યાં સિદ્ધભૂમિમાં અનંતા, આત્મા મૂક્તિ વર્યા
જ્યાં નાથ આદીશ્વર નવ્વાણું, પૂર્વ વાર સમોસર્યા, તાર્યા ભવિ ભવ સિંધૂથી, દઈને અનુપમ દેશના
દર્શન થકી ભવ સિંધૂથી, દઈને અનુપમ દેશના
દર્શન થકી પાવન કરે છે, વિમલગિરિને વંદના....૨ હવે આપણે તળેટી સામે પ્રથમ ચૈત્યવંદન કરીએ છીએ. ચૈત્યવંદન :
શ્રી શંત્રુજય સિદ્ધક્ષેત્ર દીઠે દુર્ગતિ વારે ભાવ ધરીને જે ચઢે, તેને ભવપાર ઉતારે અનંત સિદ્ધનો એહ ઠામ, સકલ તીર્થનો રાય પૂર્વ નવ્વાણું ઋષભદેવ જ્યાં ઠવિયા પ્રભુ પાય સૂરજકુંડ સોહામણો, કવડ જક્ષ અભિરામ નાભીરાયા કુલ મંડણો, જિનવર કરૂં પ્રણામ.
રકમ જમા કરાવક હાહ
પૈસાનું જોર માણસને બનાવે કમજોર.