________________
ઉ૧૮
2018
રત્નત્રયી ઉપાસના
રત્નત્રયી ઉપાસના
| શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા !
પ્રભુજી જાવું પાલીતાણા શહેર કે મન હરખે ઘણું રે લોલ. પ્રભુજી સંઘ ઘણેરા આવે કે એ ગિરિ ભેટવા રે લોલ.
શાશ્વત ગિરિને ભેટવાનાં ભાવભર્યા હૃદયે પાલીતાણા નગરે પહોંચ્યાં. ગામનાં ચૈત્યોને જુહારી તળેટી રોડ પરનાં ચૈત્યોને જુહારતા આપણે સાચા શ્રી સુમતિનાથ ભગવંતના જિનાલયે આવ્યાં સાચા શ્રી સુમતિનાથ ભગવંતનાં દર્શન કરીએ છીએ.. “નમો જિણાણ”.
આગળ ચૈત્યોને જુહારતાં કેશરીયાજી નગરમાં આવ્યાં ત્યાં રહેલા શ્રી આદીનાથ ભગવંતને આપણે નમસ્કાર કરીએ. “નમો જિણાણ”.
જંબુદ્વીપનાં જિનાલયમાં બિરાજમાન શાસનપતિ શ્રી મહાવીરસ્વામી ભગવંતને નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણે”.
શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવંતનાં પગલાને નમસ્કાર કરીને આગમ મંદિરમાં રહેલા શાશ્વતા ચૌમુખજીને આપણે નમસ્કાર કરીએ છીએ.. “નમો જિણાણ” ત્યાં રહેલા ભૂત-ભવિષ્ય વર્તમાનના તીર્થંકર ભગવંતોને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણે”.
અત્યંત પવિત્ર એવી ગિરિરાજની તળેટીએ આપણે પહોંચ્યા.
અનંતા આત્મા જ્યાં મુક્તિને વરેલા છે. તેવા પવિત્રતમ ગિરિરાજની સ્પર્શના પણ મારા ભવોભવનાં સંચિત કમોને ખપાવી દેવા સમર્થ છે. તે મહાન ગિરિરાજની સ્પર્શના કરવાનું સદ્ભાગ્ય આપણને સાંપડ્યું છે. તેવા અંતરનાં ઉમળકા ભેર આપણે તળેટીએ શ્રી આદીનાથ દાદાનાં પગલાંને નમસ્કાર કરીએ છીએ. જમણી બાજુ રહેલા શ્રી પુંડરીક સ્વામીનાં પગલાં તથા નાની-મોટી બધી દેરીમાં રહેલા સર્વ પગલાંને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ”.
આરારા કરવામાં
દેહની મમતાથી ધનની આવશ્યકતા પેદા થાય છે.