________________
શ્રી સિદ્ધાચલ તીર્થની ભાવયાત્રા
૬૨૧
==
=
==
=
=
=
=
==
મૂળનાયક દાદા શ્રી આદીનાથજી તથા આસપાસમાં રહેલાં શ્રી પાર્શ્વનાથ સ્વામીને તથા શ્રી ચંદ્રપ્રભ સ્વામીને આપણે નમસ્કાર કરીએ છીએ... “નમો જિણાણું” કહી (ત્રણ ખમાસમણ - એક નવકારનો કાઉસગ્ગ સ્તુતિ બોલી આપણે જઘન્ય ચૈત્યવંદન કર્યું.)
બાબુનાં દેરાસરમાંથી બહાર નીકળી જમણી બાજુ ઉપર ચડતાં શ્રી ગૌતમ સ્વામીજીનાં પગલાં છે તથા શ્રી આદીનાથ ભગવાન તથા શ્રી અજીતનાથ ભગવાનની પગલાંની દેરી છે ત્યાં નમસ્કાર કરીને થોડું ઉપર ચડતાં દુર ગુફામાં આપણે હંસવાહિની સરસ્વતી દેવીને પ્રાર્થના કરીએ છીએ કે અમને શ્રુતજ્ઞાન આરાધનામાં સહાયક થાઓ.
ત્યાંથી થોડે ઉપર જતાં શ્રી ૧૪ તીર્થમંદિરમાં રહેલા સર્વે જિનેશ્વરોને આપણે નમસ્કાર કરીએ છીએ... “નમો જિણાણાં”. ૧૦૮ પાર્શ્વનાથ ભગવંતને તથા શ્રી અષ્ટાપદજીની રચનાકારે રહેલા ચોવીસ તીર્થકર ભગવંતોને નમસ્કાર કરીએ છીએ... “નમો જિણાણ” (જઘન્ય ચૈત્યવંદન કર્યું).
ત્યાંથી પાછા ફરી ગિરિરાજ ઉપર આગળ વધતાં પ્રથમ વિસામો છે. ત્યાં ધોળી પરબ સામે પ્રથમ ઉદ્ધાર કરાવનાર ભરત ચક્રવર્તીનાં પગલાંને આપણે નમસ્કાર કરીએ. “નમો સિદ્ધાણં”.
ત્યાંથી સપાટ જમીન પર ચાલતાં પ્રથમ કુંડ... “ઈચ્છા કુંડ” આવ્યો. ત્યાં રહેલા બીજા વિસામા પર શ્રી નેમીનાથ ભગવાન અને શ્રી આદીનાથ ભગવંતનાં પગલાંને નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણ” તથા શ્રી વરદત્ત ગણધરનાં પગલાને આપણે નમસ્કાર કરીએ છીએ... “નમો સિદ્ધાણં'.
ત્યાંથી આગળ ચાલતાં ત્રીજો વિસામો આવ્યો. લીલી પરબની બાજુમાં ઉચા ઓટલા પર દેરીમાં શ્રી આદીનાથ ભગવંતનાં પગલાં છે. તેને આપણે નમસ્કાર કરીએ છીએ. “નમો જિણાણું”.
કામની અધિકતા નહી, અનિયમિતતા જ અકળાવે છે.