SearchBrowseAboutContactDonate
Page Preview
Page 851
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન માળા. ૬૧૫ - અવયવહાર આ નારા રાજાશાહી વહેવારના (૩૫) ભાવે ભજી લ્યો ભગવાન તમે ભાવે ભજી લ્યો ભગવાન, જીવન થોડું રહ્યું, કંઈક આત્માનું કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. એને દીધેલા કોલ તે ભૂલી ગયા, જુઠી માયાના મોહમાં ઘેલા થયા, ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન - જીવન થોડું બાળપણ ને યુવાનીમાં અડધું ગયું, નહિં ભક્તિના મારગમાં ડગલું ભર્યું બનો આજથી પ્રભુમાં મસ્તાન - જીવન થોડું જરા ચેતીને ભક્તિનું ભાથું ભરો, કંઈક ડર તો પ્રભુજીનો દિલમાં ધરો, છીએ થોડા દિવસના મહેમાન - જીવન થોડું બધા આળસમાં દિન આમ વીતી જાશે, પછી ઓચિંતું યમનું તેડું થાશે, નહિ ચાલે તમારું તોફાન - જીવન થોડું - એ જ કહેવું આ બાળકનું દિલમાં ઘરો, ચિત્ત રાખી મહાવીરને ભાવે ભજો, ઝાલો ઝાલો ભક્તિનું સુકાન - જીવન થોડું છક ન at + = + દાન કર. * તe: $ કામકાજના સાત વાટકા જ વરસાદ ના ભગવાન અંતર્યામી છે તેની પાસે કાંઈજ માંગશો નહિ.
SR No.006087
Book TitleRatnatrayi Upasna
Original Sutra AuthorN/A
AuthorKakaldas Hirachand Ajbani Parivar
PublisherKakaldas Hirachand Ajbani Parivar
Publication Year2006
Total Pages1214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy