________________
ઉ૧૪
રત્નત્રયી ઉપાસના
(૩૪).
જીવન થોડું છે જુઠી છોડી દો માયાની જાળ, જીવન થોડું છે.
આવી જાશે ઓચિંતો કાળ, જીવન થોડું છે. એને નિશાનો વાગતાં નગારા નથી,
એને તાર કે ટપાલનાં ખબરો નથી;
પડે હૈયામાં ઓચિંતી ફાળ – જીવન થોડું છે. મોહ મમતામાં શાને ઘેલા થયાં, ”
ચાર ચોરો જીવનને લુંટી રહ્યા;
તેના જોર તણા નથી પાર - જીવન થોડું છે. મોહ માયાને જીતવા સમર્થ બનો,
નહિં તો તો લુંટશે જીવન ધનો;
એવી આપદાઓ અંતરથી ટાળ – જીવન થોડું છે. બાળપણ તો ગુમાવ્યું રમતની મહીં,
* જીવ જોબન ફરતો ઘેલો થઈ
પાણી પહેલા બાંધી લે તું પાળ – જીવન થોડું છે. થોડું જીવન ને કરવાના કામ ઘણાં,
હવે ભાથાં ભરો પ્રભુ ભક્તિ તણાં;
જગ દીસે છે આળ પંપાળ - જીવન થોડું છે. અંત ઘડીએ પ્રભુનું નામ લેજો,
આશા એવી જીવનમાં રાખી લેજો; કહે બાળક આ જીવન ઉજાળ - જીવન થોડું છે.
. . પ્રકાશ મારા કરતા કાકા : ક
ભણેલું ભૂલી ન જવાય તે માટે રોજ તેનું પુનરાવર્તન કરવું જોઈએ.